SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ-ચ નિર્યુક્તિ / ૧૧૭ કોપિત છે. (હવે આ જ વાત પ્રાકૃત ભાષામાં પણ કહે છે કે) તે દેવી ચાર પ્રકારની છે.... (ઉપર મુજબ છે.) પ્રશ્ન : તેણી સાધુ ભદ્રક કેવા પ્રકારની હોય ? સમાધાન : તે દેવી ગૃહસ્થોને ઉપદ્રવ કરે. સાધુઓને કહે કે ‘તમે ઉપસર્ગ વિના શાંતિથી રહો, અર્થાત્ તમને કોઈ હેરાનગતિ નહિ કરું.’ આવી દેવી હોય તો પણ ત્યાંથી નીકળી જ જવું, કેમકે કોણ જાણે ? ક્યારે તે સાધુઓને પ્રમાદી તરીકે જુએ અથવા / તો એમને પકડી લે = વળગી પડે. (આશય એ છે કે સાધુઓ એના વિશ્વાસ ઉપર ત્યાં રહે, અને કો'કવાર સાધુઓને ભા. ૧૭-૧૮ પ્રમાદગ્રસ્ત જોઈ ભડકે, પરેશાન કરે. એ દેવી ય છેવટે એક જીવ છે. એના ય વિચારો ફર્યો પણ કરે. અથવા તો દેવી પોતે | પ્રમાદી બને તો આપેલું વચન ભૂલી જઈ સાધુઓને નુકસાન કરે.) જે બીજી દેવી ગૃહિભદ્રક અને સંયતપ્રાન્ત હોય તે તો સાધુઓને જ પહેલા ઝપટમાં લે. તે વિચારે કે “આ સાધુઓ મહાતપસ્વી છે એટલે આ લોકોને જ પહેલા ઝપટમાં લેવા જોઈએ. આ લોકો જીતાઈ જાય એટલે બીજાઓ તો પછી જીતાઈ જ ગયેલા છે.' હવે આવી પરિસ્થિતિમાં તે દેવી ભલે ગમે તે હોય, આપણે નીકળી જવું. all ૧૧૭ પણ ધારો કે કોઈક વ્યાઘાત=પ્રતિબંધક આવી જવાથી ત્યાંથી નીકળી ન શકાય. એ પ્રતિબંધક તરીકે કાં તો કોઈ સાધુ
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy