________________
॥ श्रीआचाराङ्ग प्रदीपिका ॥
(૫) ગંભીર વિજયજી મહારાજ કૃત
આચારાંગ પૂજા
રાગ - દેશ જીલ્લો (“સહસ જોયણ દંડ ઊંચો, જીનકો ધ્વજ રાજે' એ ચાલ) વીર ભાષિત સોહમ વિરચિત, ભજો આચારાંગ ભાવે, સામાન્ય વિશેષ આત્મ સિદ્ધિ, આચાર મૂલ શિખાવે. વીર ..... અઢાર ભાવદિગથી આવે, ક્ષેત્ર દિગ ચારે જાવે, તાપ દિગદશે જીયા, વસ્તુની અઢારે જાવે. વીર સુનાણી માને ભવનધર્મિ, ભૂતવાદિ મત ન ફાવે, છકાય જીવઘાતી કર્મ, બંધી ભવ ભ્રમણ બહુ પાવે. વી... છકાય પંચ આચાર પાલ, ઊભય શસ્ત્ર તજ ખપાવે, કષાય મૂલ ભવરૂખવૃદ્ધિ, વિષય ગુણ જ નિપાવે. વીર ..........