SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीआचाराङ्ग प्रदीपिका॥ ૧૫૨૪માં જન્મ થયો. તેમણે સં. ૧૫૩૫માં જેસલમેરમાં દીક્ષા લીધી. દીક્ષા નામ મુનિ ધર્મરંગ રાખવામાં આવ્યું. તેમને સં. ૧૫૫૫માં અમદાવાદમાં આચાર્યપદ આપવામાં આવ્યું. સં. ૧૫૫૬ના વૈશાખ સુદિ ૩ દિને (જેઠ સુદ ૯ રવિવારે) રોહિણી નક્ષત્રમાં બીકાનેરમાં આ. શાંતિસાગરના સૂરિમંત્રથી ભટ્ટારપદ મળ્યું અને સં. ૧૫૮૨માં અમદાવાદમાં ત્રણ દિવસનું અનશન કરી તેમનો સ્વર્ગવાસ થયો હતો. - જ્યારે આચાર્ય શ્રી ૧૪ સાધુઓ સાથે આગરા પધાર્યા ત્યારે ત્યાંનાં શ્રીસંઘે તેમનો નગરપ્રવેશ મહોત્સવ કર્યો હતો. પરંતુ ત્યાંના બાદશાહ સીકંદર લોદીએ (ઈ.સ. ૧૪૮૮ થી ૧૫૭૦) કોઈની કાન ભંભેરણીના કારણે આચાર્યશ્રી, ૧૩ સાધુઓ તેમજ ૫૦૦ માણસો વગેરેને ધોળપુરની કેદમાં પૂરી દીધા હતા. એ સ્થિતિમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા. (જૂઓ, પ્રક૬૪૪, બાદશાહ ૩૩, સિકંદર લોદી) - આચાર્યશ્રીએ વિવિધ દેવોનું આરાધન કર્યું પણ કંઈ ન વળ્યું. આખરે આ. અજિતદેવસૂરિ પ્રતિષ્ઠિત જીરાવલ્લા પાર્શ્વનાથનું આરાધન કર્યું - નીરાપણીપુરી -પાર્શ્વનાથપયા ૨૦II તેમની કૃપાથી તેઓ કેદમાંથી છૂટ્યા. તેમણે ૫૦૦ કેદીઓને પણ છોડાવ્યા અને બાદશાહને ઉપદેશ આપી અમારિ પ્રવર્તાવી. વૃદ્ધાચાર્ય પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, આ. જિનદત્તનું અભિવચન તોડવાથી આવા વધ-બંધન થાય. આ. જિનહંસે ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી, યાત્રા સંઘો કઢાવ્યા હતા. ઘણા નવા આચાર્યો બનાવ્યા હતા. સં. ૧૫૮૨માં તેમણે આયરંગસુત્તદીપિકા રચી. | || ૨૧ ||.
SR No.600361
Book TitleAcharang Sutram Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorJinhansasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages300
LanguageSanskrit
ClassificationManuscript & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy