________________
મરીચિના ભવમાં બે વસ્તુનો મોહ જાગ્યો. (૧) શરીરનો મોહ અને (૨) શિષ્યનો મોહ. શરીરના મોહથી ચારિત્ર ગુમાવ્યું. શિષ્યના મોહથી સમ્યકત્વ ગુમાવ્યું.
મરીચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. આમ, મરીચિ ભગવાન આદિનાથના પૌત્ર હતા. ભગવાનનું સમવસરણ જોઈને મરીચિ સંસારથી વિરક્ત બન્યા અને ભગવાન આદિનાથ પાસે દીક્ષા સ્વીકારી. જ તેઓ ૧૧ અંગ ભણ્યા. છે. એક વખતે એવો પ્રસંગ બન્યો કે કારમો ઉનાળો તપતો હતો. તાપ સખત હતો. ઊની લૂ વાતી આ જ હતી. ત્યારે મરીચિ મુનિના શરીરે અશાતા થઈ. તે વખતે તેમને દુર્બાન થયું કે, “આ વેશ જ આપણાથી જીરવાશે નહીં. આવું કઠોર જીવન કાયમ માટે ટકાવવું મારા માટે ખૂબ મુશ્કેલ છે.” જ પોતાની સુખશીલતાને પોષવા માટે તેણે ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. તે આ રીતે : મરીચિએ છે વિચાર કર્યો, “મન, વચન, કાયારૂપી ત્રણ દંડથી મુનિઓ વિરક્ત છે. પણ હું ત્રણ દંડથી યુક્ત છું. આ
માટે તેના પ્રતીક તરીકે હું ત્રિદંડી બનીશ. મુનિઓ અંદરથી ક્રોધ, માન, માયા, લોભ વડે મૂંડ છે. જ હું તો કષાયો ઉપર વિજય મેળવવા માટે અશક્ત છું; માટે હું શસ્ત્ર વડે મુંડન કરાવીશ. વળી, હું તે = મુનિઓની જેમ શીલ નામની સુગંધ રાખી શકતો નથી માટે ચંદનાદિનો ઉપયોગ કરીને મારું શરીર આ સુગંધિત રાખીશ. વળી, આ પવિત્ર સાધુઓ મોહથી આચ્છાદિત નથી મારે તો મોહનું ગાઢ આચ્છાદન જ છે, માટે તેના પ્રતીકરૂપે હું છત્ર રાખીશ. વળી, તેઓ જોડા વિનાના છે, પણ હું તો પગમાં જોડાઇ
(૭૭)