________________
(૭૩)
છે ઊભા થઈ પાંચ દશ મિનિટ ચારેય દિશામાં કોઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા ( લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે તે પ્રમાણે તેઓનું પુણ્યબળ ઘણું છે તે ઉચ્ચકક્ષાનું હોય છે, અને એ પુણ્યબળના પ્રભાવે તેમના ઉત્તમ મનોરથો પણ સહજ રીતે પૂર્ણ છે હું થાય છે. આ ચારેય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા. ભોજન
કરતાં સાધુ સંતની ભક્તિ તેમને વધુ વહાલી હતી. તેના પ્રબલ પુણ્યોદયે તેમણે અતિ વિકટ જ અટવીના પ્રદેશમાં રસ્તો ભૂલી જવાના કારણે જાણે માર્ગ શોધી રહેલા હોય તેવા તપસ્વી મુનિવરોને જ દૂરથી દેખા. મુનિદર્શન થતાં નયસાર આનંદવિભોર બની એ દિશામાં સામે ચાલી મુનિવરોની જ પાસે પહોંચી તે પવિત્ર આત્માઓનાં ચરણોમાં ઝૂકી પડ્યા. મુનિવરોએ “ધર્મલાભ'ના મંગળ હું ઉચ્ચારણ દ્વારા શુભાશિષ સમર્પણ કર્યા. નયસારની વિનંતીથી મુનિવરો જે સ્થાને અન્ય સેવકો છે છે ભોજનની તૈયારીમાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. નયસાર તેમજ તેના સેવકોના હૈયામાં આનંદ
પ્રગટ થયો. છે નવસારે કરેલ મુનિવરોની ભક્તિ
મુનિવરો યોગ્ય આસને બિરાજમાન થયા બાદ નયસારે તેઓને પૂછ્યું, “કૃપાળુ ! આવા વિકટ ૨ પ્રદેશમાં આપ ક્યાંથી આવી ચડ્યા?”
(૭૩)