________________
(૭૪) કલ્પસૂત્રની વાચનાઓ
મુનિવરો બોલ્યા, ‘‘મહાનુભાવ ! વિશાળ સાધુ-સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતાં પાછળ રહી જવાના કારણે માર્ગ ભૂલી જવાયો. માર્ગ શોધવા માટે પ્રયાસ કરવા છતાં જે ગામ જવું હતું તે ગામના માર્ગનો પત્તો ન લાગ્યો અને આ અટવી પ્રદેશમાં આવી પહોંચ્યાં. અમો માર્ગ ભૂલી ગયા અને અહીં આવી ચઢ્યા. ક્ષુધાતૃષા વગેરે પરીષહો સહન કરવાનો પ્રસંગ અમને પ્રાપ્ત થયો, તેનું અમારા દિલમાં જરાય દુઃખ નથી, પરંતુ અમારા સમુદાયના સાધુઓ અમારી ચિંતા કરી રહ્યા હશે એ બાબતનું અમારા દિલમાં દુઃખ છે.''
નયસારે એ મુનિવરોને કહ્યું, ‘ગુરુદેવ ! આ ભિક્ષા ગ્રહણ કરી અમોને સુપાત્ર દાનનો લાભ આપો. આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં અનેક કાંટા-કાંકરાનાં કષ્ટો સહન કરવાં પડ્યાં એ યદ્યપિ ઠીક નથી થયું. એમ છતાં, અમારું તો આજે અહોભાગ્ય જાગ્યું કે, આવા જંગલ પ્રદેશમાં આપ જેવા તારક પૂજ્ય મુનિવરોના પવિત્ર દર્શનનો અને સુપાત્રદાનનો અમોને લાભ મળ્યો. કૃપાળુ ! આપ યોગ્ય ભિક્ષા ગ્રહણ કરીને સાધુધર્મની મર્યાદા પ્રમાણે આપ આહા૨ વાપરવાનો ઉપયોગ કરી લો. અમો પણ ભોજન કરી લઈએ. પછી આપને જે ગામ જવું છે અને આપના સાધુઓ જે તરફ ગયા છે ત્યાં આપને અમો ભેગા કરી દઈએ.’’
નયસારને મુનિવરે બતાવેલ ભાવ-માર્ગ
ગૃહસ્થ જીવનમાં સાધુ-સંત પ્રત્યે કેવું બહુમાન અને અંતરનો આદર હોવો જોઈએ તેનું આ
બીજી
વાચના
(બપોરે)
(૭૪)