SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) કલ્પસૂત્રની વાચનાઓ મહાપુરુષોનાં જીવનચરિત્રો ફક્ત વાંચીને કે શ્રવણ કરીને જ સંતોષ માનવામાં વિશેષતા નથી પરંતુ એ મહાપુરુષોના પ્રત્યેક જીવનપ્રસંગોનું ચિંતન-મનન કરીને આપણો જીવનપંથ ઉજ્જ્વળ અને કલ્યાણકારી બને એ એનું મુખ્ય ફળ છે. નયસારના દિલમાં દાનધર્મની ઉદાર ભાવના નયસાર અને એના માણસો એક પંક્તિમાં ભોજન માટે બેસી ગયા. ભોજનની સામગ્રી પણ સહુને પીરસવામાં આવી, પરંતુ ભોજનનો પ્રારંભ થાય એ પહેલાં નયસારે પોતાના માણસોને સંબોધીને ઉચ્ચાર્યું કે, ‘‘આવા નિર્જન પ્રદેશમાં આપણે ભોજન કરવા બેઠા છીએ, એટલે કોઈ સંત સાધુ અતિથિની આશા ક્યાંથી રખાય ?’’ ઘરનાં આંગણે તો નયસારનો લગભગ એ નિયમ હતો કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુઃખીના મુખમાં ભોજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાંખવું. પણ આ તો જંગલ હતું. વિકટ અટવીનો પ્રદેશ હતો. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવના તો જરૂર પ્રગટ થાય ! હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું; જેથી સંત સાધુ અથવા કોઈ માનવબંધુની ભક્તિ-સેવા વિના વાંઝિયું અન્ન ખાવાનો પ્રસંગ આવ્યો છે. નયસાર એ ભાવના ભાવી રહ્યા હતા, એટલું જ નહિ પણ કકડીને ક્ષુધા લાગેલી હોવા છતાં બીજી વાચના (બપોરે) (૭૨)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy