________________
(૬૯)
- મલ્લિનાથજીના સમયમાં (૫) અસંયતિની પૂજા-સુવિધિનાથજીના સમયમાં.
બાકીનાં પાંચ આશ્ચર્ય – (૧) કેવળી તીર્થંકરના ઉપસર્ગ (૨) ગર્ભાપહાર (૩) નિષ્ફલ દેશના (૪) ચંદ્ર ને સૂર્યનું મૂળ વિમાનમાં આગમન અને (૫) ચમરેન્દ્રનો ઉત્પાદ-ભગવાન મહાવીરદેવના સમયમાં થયાં.
ભગવાન મહાવીરદેવના સત્યાવીસ ભવ
ભગવાને એવું કયું નિકાચિત નીચ ગોત્રકર્મ બાંધ્યું ? ક્યારે બાંધ્યું ? તે કડી ત્યારે જ મળે જ્યારે પ્રભુના ૨૭ ભવો સારી રીતે સમજી શકાય. ભગવાનના ફક્ત ૨૭ ભવ થયા નથી, તેમના અનંતા ભવ થયા છે. પણ જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારથી ભવની ગણતરી કરવામાં આવે છે. મિથ્યાત્વના અધિકારના ભવો ગણતરીમાં લેવાતા નથી. સમ્યકત્વના પ્રકાશની પ્રાપ્તિ પછી જ ભવની ગણતરી થાય છે. એ તારકના આત્માને નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત થયું; તેથી તેને તેમના પહેલા ભવ તરીકે ગણવામાં આવે છે. વળી, તેમના જે ભવો થયા તેમાંના મુખ્ય મુખ્ય ભવોને જ ગણતરીમાં લેવામાં આવ્યા છે. બાકી નયસારના ભવ પછી પણ અસંખ્ય ભવ થયા છે. ગર્ભાપહાર-આશ્ચર્યનું બીજ પ્રભુના સ્થૂલ ૨૭ ભવમાંના મરીચિના ત્રીજા ભવમાં પડેલું છે માટે હવે તે ભવોને આપણે જોઈએ.
(૬૯)