SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) પેલો તો ‘આવતા પર્યુષણ પર્વમાં હું અઠ્ઠમ તપ અવશ્ય કરીશ.' એવી ભાવનામાં ૨મતો, ઘાસની ઝૂંપડીમાં સૂઈ ગયો. જ્યારે એની અપર માતાને એ દિવસે અને એ જ વખતે, એવો વિચાર કલ્પસૂત્રની આવ્યો કે ‘‘આ છોકરાનું કાસળ કાઢવાની આજે મને બહુ સારી તક મળી ગઈ છે. એ ઘાસની વાચનાઓ ઝૂંપડીમાં સૂઈ ગયો છે, એટલે જો હું આ ઝૂંપડીમાં દેવતા મૂકી દઉં, તો ઝૂંપડી સળગી જાય અને તે ભેગો એ પણ બળી જાય. આમ કરવાથી, મારે માથે શોક્યના પુત્રને મારી નાખ્યાનો લોકાપવાદ પણ આવશે નહિ.’’ એણે તો તરત જ ઘાસની ઝૂંપડી પાસે દેવતાનો તણખો નાંખ્યો. એના યોગે ઘાસની એ કુટિર ભડભડ સળગવા માંડી અને એમાં પેલાનું શરીર બળીને ખાખ થઈ ગયું. *X*X*XX*X કોઈના પ્રત્યે દ્વેષ પેદા થાય, અણગમો પેદા થાય એટલે આવી કારમી ક્રૂરતા આવી જવી એ પણ સંભવિત છે ને ? સંસારમાં આવું કેટલું બનતું હશે ? પોતાનું જે કાંઈ માન્યું, તેમાં જેને અતિ મમત્વ હોય છે, તેઓને જે કાંઈ પરાયું લાગે તેના તરફ દ્વેષભાવ પ્રગટતાં પણ વાર લાગતી નથી. અપર માતાએ તો આવું મહાન કરપીણ કૃત્ય આચર્યું, પણ આનું તો એ રીતિએ મૃત્યુ થવાથી ઊલટું ભલું થયું. કારણ કે એ તો અઠ્ઠમ તપની ભાવનામાં સૂઈ ગયો હતો. બીજા કોઈ અવસરે જો એનું મૃત્યુ થયું હોત તો એ વખતે કોણ જાણે એની કેવી ભાવના હોત ? નાગકેતુનો જીવ અઠ્ઠમ તપને આચરવાની ભાવનામાં સૂઈ ગયો હતો એટલે એ ત્યાંથી મરીને વિજયસેન નામના રાજાની ચંદ્રકાંતા નગરીમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની શ્રીસખી નામની * પહેલી વાચના (સવારે) (૩૮)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy