________________
(૨૯૭)
સુધર્માસ્વામીની દેશના જંબૂકુમારના હૃદયમાં આરપાર ઊતરી. તેને જીવન અસ્થિર સમજાયું અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સૂઝ્યું. તે ઊભા થયા અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામીએ ‘મા ડિવંથં ુખદુ’ ‘‘સારી ભાવનામાં તું વિલંબ ન કરે’’ તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું.
‘હું માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી જંબૂ નગર તરફ વળ્યા. માર્ગમાં જતાં શસ્ત્રો વાપરવાનો અભ્યાસ કરતા કુમારો તરફથી ફેંકાયેલ મોટો લોઢાનો ગોળો તેમની નજીક પડ્યો. જંબૂકુમારની વિચારધારા પલટાણી. તેમને લાગ્યું કે, ‘જીવનમાં ક્ષણનો ય ક્યાં ભરોસો છે ? મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મરી જાત અને મનની મનમાં રહી જાત.’’
જંબૂકુમાર પાછા વળ્યા અને સુધર્માસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું પછી માત-પિતાની પાસે આવ્યા. માત-પિતાની આગળ દીક્ષા લેવાનો વિચાર જણાવ્યો. પુત્રનાં આ વચન સાંભળી ઋષભદત્ત અને ધારિણી મૂર્છિત થયા. થોડી વારે સમાધિ પામીને તેમણે જંબૂકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકુમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો. છેવટે માત-પિતાએ એટલી માગણી કરી કે, પુત્ર, જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે તેની સાથે તું લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.' આમ
(૨૯૭)