________________
(૨૯૮)
કલ્પસૂત્રની વાચનાઓ
કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે.
પરણ્યા પહેલાં કન્યાઓના માતપિતાને જાહે૨ ક૨વામાં આવ્યું કે, ‘પરણ્યા પછી જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે.’ કન્યાઓનાં માતાપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે, ‘‘તેમની ઇચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.’’ લગ્નોત્સવ ઊજવાયો
એક એક કન્યાના કરિયાવરમાં નવ નવ ક્રોડ એમ કુલ ૭૨ ક્રોડ સોનામહો૨ જંબૂકુમારને આપવામાં આવી. આઠ ક્રોડ સોનામહોર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક ક્રોડ સોનામહોર જંબૂકુમારને પોતાના મોસાળ તરફથી મળી, અને અઢાર ક્રોડ સોનમહોર જેટલી મિલક્ત પોતાના પિતાની હતી. આમ, નવ્વાણું ક્રોડ સોનામહોરનો અધિપતિ જંબૂકુમા૨ થયો.
જંબૂકુમાર પ્રથમ રાત્રિએ આઠ વધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જંબુકુમાર સ્થિર રહ્યા. ઊલટું સહુને સંસારવિરક્ત કર્યા. આ પ્રસંગે ચોરી
આઠમી
વાચના
(બપોરે)
(૨૯૮)