________________
(૨૮૦) કલ્પસૂત્રની વાચનાઓ
છે. પ્રભુ ઋષભદેવે જે કર્યું તે બધું તેમની ગૃહસ્થાવસ્થામાં કર્યું હતું, દીક્ષા પછી નહીં. સાધુઓએ સંસાર છોડ્યો છે, દીક્ષા લીધી છે, તે સંસારના વ્યવહારમાં કેમ પડે ? દીક્ષિત થયેલા આદિનાથ પ્રભુ પાસે નમિ-વિનમિ રાજ્ય લેવા આવ્યા ત્યારે એ જ પ્રભુ કેવા મૌન રહ્યા હતા તેની નોંધ આ બુદ્ધિજીવીઓ કેમ લેતા નહિ હોય ?
આ અવસર્પિણી કાળ હતો. કષાયો, અવ્યવસ્થા, દુરાચાર વગેરે વધતાં જતા હતા. તેની વ્યવસ્થા અને નિયંત્રણ કરવા માટે રાજા તરીકે ઋષભદેવે કાર્ય કર્યું હતું, તેમાં જરૂર દેખીતું તો પાપ હતું. પરંતુ તે નાનું પાપ, મહાપાપને ટાળવા માટે હતું. મહા અવ્યવસ્થા, મહાપાપ, મહા અત્યાચાર, અનાચાર, દુરાચાર નાબૂદ કરવા માટે એ કરવામાં આવ્યું હતું. મોટા દોષનો અભાવ કરવા માટે કે મોટા ગુણની પ્રાપ્તિ માટે કરાતું નાનું પાપ તે સામાન્યતઃ પાપ ગણાતું નથી. તેને ગણીએ તોય તે નિરનુબન્ધ (ફળમાં લાભદાયી) પાપ ગણાય છે. નાનું પાપ એકાંતે અક્ષન્તવ્ય કોટિનું પાપ ગણાતું નથી.
એક બાળક ખાડામાં પડી ગયું અને ત્યાં જ સાપ ફરતો હતો. રોટલી કરતી માતાને જાણ થતાં જ રોટલી બળવા દઈને માતા ઊભી થઈ, અને ખાડા તરફ દોડી. ત્યાં તેણે જોયું કે સાપ બાળકને દંશ મારવાની તૈયારીમાં છે ! ધડ દેતીને માતા બાળકનો હાથ પકડી ઊંચકીને બહાર કાઢે છે. આ વખતે ખાડાની ભીંતથી છોકરાને ઉઝરડા પડે છે. તેનું શરીર લોહીલુહાણ થઈ જાય છે. કહો,
*X*X*X*X
સાતમી
વાચના
(સવારે)
(૨૮૦)