________________
અહીં આ સ્ત્રીએ બાળક ઉપર દયા કરી કે ક્રૂરતા કરી? મૃત્યુની અપેક્ષાએ થોડું લોહી નીકળવું કે આ થોડા ઉઝરડા પડવા તે બિલકુલ મામૂલી બાબત છે. વળી, માતાનો આશય બાળકને લોહી કાઢવાનો છે નથી, મોતમાંથી બચાવવાનો છે. માટે તે રા ય દોષિત નથી. યુગલિક જીવનની વ્યવસ્થા નષ્ટ થતાં જો બીજી કોઈ વ્યવસ્થા ન બતાવાય તો તે યુવાન-યુવતી દુ:ખો અને દુર્ગુણોનો ભોગ બને. વાસનાઓ ભયંકર રીતે બહેકી જાય. પ્રજામાં સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય. મૂર્તિ, મંદિર વગેરેની હિંસક રક્ષા જો ગૃહસ્થો ન જ કરે તો સાધુઓને તે વાત હાથમાં લેવાનું જ્ઞાનીઓએ જણાવ્યું છે. આ દીક્ષા મહોત્સવ
ચૈત્ર વદ આઠમના દિવસે વરઘોડામાં સુદર્શના નામે પાલખીમાં બેસીને સિદ્ધાર્થવન નામના જ ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ આવ્યા ત્યાં પોતે ચાર મૂઠીથી લોચ કર્યો. પછી સુવર્ણકળશ પર શોભતી નીલકમલની માળા સમાન જે સુવર્ણમય ખભા ઉપર શ્યામ લટો લટકતી હતી તેનો એ પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યાં ઇન્દ્ર સુંદર દેખાતી તે લટોનો લોચ ન કરવા વિનંતિ કરી. પ્રભુએ તે બે લટ એમ જ રહેવા દીધી. આ સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. તેમની સાથે ઉગ્રભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ અને મહાકચ્છ સહિત ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી.