________________
જમણે હાથે બ્રાહ્મીને શીખવી અને એક દશ, સો, હજાર, લાખ યાવત્ પરાર્ધ સુધીનું દશાંશ (૨૭૯) છે.
ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. ભરતને કાષ્ટકર્માદિ કર્મ તથા સો શિલ્પ અને બાહુબલિને પુરુષ આદિનાં લક્ષણ શીખવ્યાં.
૬૪ કળાઓ સ્ત્રીઓ માટે : નૃત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, ધનવૃષ્ટિ, જ્ઞાન, વિજ્ઞાન, જ દિંભ, ગીતગાન, તાલમાન નર લક્ષણ, ધર્માચાર, શુકન વિચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગેહાચાર, વ્યાકરણ, રાંધન (રસોઈ), કેશબંધ, કથા-કથન વગેરે ૬૪ કળાઓ સ્ત્રી માટેની શીખવી.
શ્રી ઋષભદેવ પ્રભુને સો પુત્ર હતા. રાજ્યનું વિભાગીકરણઃ પ્રભુએ સો પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. સો પુત્રોમાંથી ભરતને વિનીતા અને બાહુબલીને તક્ષશિલાનાં રાજ્ય વહેંચી આપ્યાં. અન્યને જુદાં જુદાં રાજ્યો વહેંચી છે દીધાં. આ બધી વ્યવસ્થા પ્રભુએ દીક્ષા લીધા પહેલાં કરી હતી.
વૈરાગ્ય પામ્યા પછી, દીક્ષા લીધા પછી કોઈ સાંસારિક કાર્ય પ્રભુએ કર્યું નથી. કમનસીબે બુદ્ધિજીવીઓ દ્વારા ઋષભદેવ પ્રભુનું નામ ખોટું વગોવવામાં આવે છે. તેઓ પ્રશ્ન કરે છે કે, આ પ્રજાના હિત ખાતર ઋષભદેવે રાજ્યવ્યવસ્થા વગેરે કરી હતી તો આજે સાધુઓ પણ તેમને આ પગલે કેમ ન ચાલે? સાધુઓએ સમાજવ્યવસ્થા કરવી જોઈએ.' પણ આવું કહેનારા ભીંત ભૂલે
(૨૭૯)