________________
(૨૧)
હવે ક્યાં જાઉં? શું થાય? હે શિવ ! મારી કીર્તિનું રક્ષણ કરો !''
વળી, પાછા શેખચલ્લીના તરંગમાં તે ચડે છે. તે વિચારે છે કે, “મારા બધા શાસ્ત્ર-જ્ઞાનથી જ જો આ એકને હું જીતી લઉં તો તો મારી કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી જાય ! અહા ! પછી તો મારું મહત્ત્વ, મારું સ્થાન... કેવું? અદ્ભુત !
એટલામાં સર્વજ્ઞ શ્રી વર્ધમાનસ્વામી સાગર જેવી ગંભીર, અને અમૃત જેવી મીઠી વાણી બોલ્યા : “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સુખપૂર્વક તમે આવ્યા?''
આ સાંભળીને ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા કે, ““અહો ! મારું નામ પણ જાણે છે ! પણ સબુર !ત્રણ જગતમાં આબાલગોપાલ વિખ્યાત એવું મારું નામ કોણ જાણતું નથી ? મારું નામ છે કહે એમાં કાંઈ જ નવાઈ નથી. પણ હા, જો મારા હૃદયના સંદેહને કહી દે તો એમને સાચા સર્વજ્ઞ જાણું.'
પ્રભુની વાણીમાં કેટલું માધુર્ય હોય છે તે અંગે એક ડોશીનું સુંદર ઉદાહરણ આવે છે. એક છે ડોશી હતા, ૮૦ વર્ષના, શેઠાણીએ લાકડાનો ભારો લાવવાનું કહ્યું. જંગલમાં જઈ માંડ લાકડાં છે છે કાપ્યાં. તેનો ભારો લઈને ભરબપોરે ઘરે આવ્યાં. ત્યાં શેઠાણી તાડુક્યા : “આટલાં જ લાકડાં છે
લાવી ? મૂઈ ! આ તો તને બાળવા માટે ય પૂરા થાય તેમ નથી. જા, ફરી જા અને બીજાં લઈ આવ.''