SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે ! પણ અભિમાની, જ્ઞાનના મદથી ઉન્મત્ત બનેલા, પોતાને સર્વજ્ઞ માનનારા તે ઇન્દ્રભૂતિને છે. ભગવાને સાવ નમાવી દીધા. કેવી કમાલ કરી ભગવાને ! (૨૩૦) છે. - અહંકારના વિવિધ વિચારમાં ને વિચારમાં ઇન્દ્રભૂતિની વાટ પૂરી થઈ ગઈ, અને ઇન્દ્રભૂતિ કલ્પસૂત્રની છે. છે છઠ્ઠી વાચનાઓ છે. પોતાના ૫૦૦ શિષ્યો સાથે એકદમ પ્રભુના દિવ્ય સમવસરણમાં આવી ઊભા ! જ્યાં ઊંચે જુએ છે વાચના છે ત્યાં અનુપમ, અદ્વિતીય, કલ્પનાતીત, સૌંદર્યશાળી રૂપને ધરનારા, ચામરોથી વીંઝાતા, જ ત્રિભુવનગુરુ ચરમ તીર્થપતિ મહાવીર પરમાત્માને જોઈને ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા કે ““આ છે કોણ હશે !” શું આ વિષ્ણુ છે? ના, વિષ્ણુ તો શ્યામ છે. ત્યારે આ બ્રહ્મા હશે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે છે છે, આ તો યુવાન લાગે છે. તો આમને શંકર કહું? ના, શંકર તો શરીર રાખોળી ચોળેલા છે, હું છે હાથમાં ને ગળામાં સર્પવાળા છે, આમને એમાંનું કાંઈ નથી ! તો શું આ મેરુ હશે? સૂર્ય હશે? હું ચન્દ્ર હશે? પણ તે બધાની સરખામણી ભગવાન સાથે કરતાં ઇન્દ્રભૂતિને આમાંનું કાંઈ ન લાગ્યું. છે ત્યાં એક વિચાર આવ્યો : ““હા, આ તો જૈનોએ માનેલા સર્વ દોષોથી રહિત, અનંતગુણસંપન્ન છે ચોવીસમા તીર્થંકર હોવા જોઈએ.' ઇન્દ્રભૂતિને ખબર પડી તેથી હવે તે પસ્તાયા : ““અરે ! હું અહીં ક્યાં આવી ચડ્યો ? આમની છે સામે હું વાદી તરીકે આવ્યો? આ એક વાદી ન જિતાયો હોત તો શું બગડી જવાનું હતું ? આ તો છે હું મુર્ખ, કે એક ખીલી ખાતર મારા ચોમેર વ્યાપી રહેલી કીર્તિરૂપી મહેલને તોડવા તૈયાર થયો !
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy