________________
૨૨૯)
એ કોણ વળી નવો સર્વજ્ઞ પાક્યો છે? અહો ! ધુતારાથી તો મૂર્ખાઓ ઠગાય. પણ આ તો દેવો ય ઠગાયા !'' આમ વિચારીને ઇન્દ્રભૂતિ મન વાળવા જાય છે, પરંતુ નવા સર્વજ્ઞને સ્વીકારી શકતા નથી. પોતાના સિવાય બીજો કોઈ સર્વજ્ઞ કહેવાય તે એનાથી ખમાતું નથી. તેથી એ ધુંવાપૂવા થઈ ચિંતવી રહ્યા છે : “જગતમાં સૂર્ય એક જ હોય, મ્યાનમાં તલવાર એક જ રહે. ગુફામાં સિંહ એક જ રહે. એ જ રીતે જગતમાં સર્વજ્ઞ એક જ હોય, બીજા સર્વજ્ઞને હું ચલાવી લેનાર નથી.'
આવા વિચારો અન્ય બ્રાહ્મણોને પણ આવ્યા.
લોકો તરફ થતી પ્રભુની પ્રશંસા સાંભળીને ઇન્દ્રભૂતિ વાદ માટે તૈયારી કરીને જવાની તૈયારી કરે છે, ત્યાં નાના ભાઈ અગ્નિભૂતિએ કહ્યું: “ભાઈ ! આમાં તમારે જવાનું શું કામ ? એક છે કમળને ઉખેડવા માટે શું ઐરાવત હાથીની જરૂર પડતી હશે? તમે બેસો, હું જ તેને જીતીને આવું છે છું,' ઇન્દ્રભૂતિએ કહ્યું : ““અરે, તું તો શું, પણ મારો નાનકડો એક શિષ્ય પણ તેને જીતી શકે તેમ છે છે! પરંતુ આ તો મારાથી બીજા સર્વજ્ઞનું નામ સહન નથી થતું, અને જીત્યા વિના હવે રહેવાય છે નહીં.” બસ ! ઇન્દ્રભૂતિ જવા નીકળ્યા. આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ જ ભવમાં પ્રભુના પ્રથમ ગણધર અને પરમ વિનીત શિષ્ય થવાના
(૨૨૯) હતા. ભાવિના આવા વિનયી, વિવેકી, જ્ઞાનવંત આત્માની વર્તમાન સ્થિતિ કેટલી વિષમ દેખાય