________________
માનતા હતા, પરંતુ ખામી એ હતી કે વેદમાંના વિરુદ્ધ જણાતાં વચનોથી દરેકને ભિન્ન ભિન્ન (૨૨૭) હું તત્ત્વના વિષયમાં સંદેહ હતો,
છે સંશય - (૧) ઇન્દ્રભૂતિ ગૌતમને જીવનો સંશય હતો “જગતમાં સ્વતંત્ર સનાતન આત્મા
જેવી કોઈ વસ્તુ હશે કે કેમ?” (૨) અગ્નિભૂતિ ગૌતમને કર્મનો સંશય હતો, “કર્મ છે કે નહિ?” (૩) વાયુભૂતિ ગૌતમને સંશય હતો કે “આ શરીર તે જીવ હશે કે શરીરથી જુદો જ છે કોઈ જીવ હશે?” આ ત્રણે સગા ભાઈઓ હતા. તે દરેકને ૫૦૦ શિષ્યો હતા. (૪) વ્યક્ત પંડિતને-પાંચ ભૂત અંગે સંશય હતો. જગતમાં જણાતા પૃથ્વી, અય, તેજ, વાયુને આકાશ સાચા હશે કે સ્વપ્નવતું હશે ? (૫) સુધર્માને-“જે જેવો હોય તેવો જ બીજે ભવે થાય કે જુદો બને ?'' એવો સંશય હતો. આ બંને પાસે ૫૦૦-૫૦૦ શિષ્યો હતા. (૬) મંડિત બ્રાહ્મણને-‘બંધ’ વિષે સંશય હતો. ““જીવો સદા શુદ્ધ-બુદ્ધ મુક્ત રહે છે કે બંધનયુક્ત છે ?” અને પછી ઉપાયથી મુક્ત થાય છે ? (૭) મૌર્યપુત્રને “દેવ'નો સંશય હતો. “સ્વર્ગ જેવી કોઈ વસ્તુ હશે કે કેમ ?' આ બન્નેય ને ૩૫૦-૩૫૦ શિષ્યો હતા. (૮) અકંપિતને - “નારકી’ વિષે સંશય હતો. (૯) અચલભ્રાતાને - “પુણ્ય” વિશે શંકા હતી. ‘પાપના ક્ષયને જ પુણ્ય કહેવાતું હશે કે પુણ્ય સ્વતંત્ર તત્ત્વ હશે?' (૧૦) મેતાર્યને “પરલોક' વિશે સંશય હતો. (૧૧) પ્રભાસને - “મોક્ષ' વિશે સંશય
હું (૨૨૭)