________________
(૨૨૬) કલ્પસૂત્રની વાચનાઓ
ધનાદિના દાન દ્વારા કે સત્તાના ઉપયોગ દ્વારા સાચા અર્થમાં પરહિત કરી શકતા નથી. પોતાને કે પરને દુઃખમુક્ત કરવારૂપ હિત કરતાં દોષમુક્ત કરવાનું હિત ઉત્કૃષ્ટ ગણાય. આજે આખા વિશ્વના જીવો જાતજાતના દુઃખો અને દોષોમાં પુષ્કળ ફસાયેલા છે. જે તેમને તેમાંથી મુક્ત કરવા માંગતા હોય તેમણે સર્વવિરતિધર્મનો સ્વીકાર અને સુંદર પાલન તરફ જ નજર રાખવી જોઈએ. એનાથી જે પુણ્ય ઉત્પન્ન થશે તે પરજીવોના દુઃખો દૂર કરશે અને જે શુદ્ધિ ઉત્પન્ન થશે તે મુખ્યત્વે સ્વના દોષોને નબળા પાડી દેશે. તે પછી તે આત્મા પરજીવોના દોષોને નબળા પાડી દેવાની લબ્ધિ પણ પ્રાપ્ત કરશે.
દેવાધિદેવની એક જ વાત છે કે, અતિ દુર્લભ માનવભવમાં જો શક્તિ હોય તો સર્વવિરતિનો જ સ્વીકા૨ ક૨વો જોઈએ.
‘‘સમ્યક્ત્વનું તિલક કરો; વિરતિની તલવાર હાથમાં લો. કર્મરાજાની સાથે સંગ્રામ ખેલી નાંખો.’’
ત્યાર પછી પ્રભુ અપાપાપુરીમાં મહસેન નામે વનમાં ગયા. અપાપામાં સોમિલ નામે એક ધનાઢ્ય બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો. એમાં એણે વેદશાસ્ત્રના પંડિત, ચૌદ વિદ્યાના નિષ્ણાત એવા મુખ્ય ૧૧ બ્રાહ્મણોને નોતર્યા હતા. તે દરેકની સાથે સેંકડો શિષ્યો હતા. દરેક પોતાને સર્વશ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૨૬)