________________
(રપ)
નામના વૃક્ષ નીચે, ગોદોહિકા નામના ઉત્કટિક આસને પ્રભુ આતાપના લેતા હતા, જે વખતે છે સૂર્યની ગરમી પ્રચંડ પડી રહી હતી, ચોવિહાર છઠ્ઠનું તપ હતું અને ઉત્તર ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો છે યોગ હતો, પ્રભુ શુક્લધ્યાનના મધ્યમાં વર્તતા હતા ત્યારે અનેત, અનુપમ, બાધારહિત, આવરણરહિત, સંપૂર્ણ તથા સર્વ અવયવયુક્ત એવા કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયા. કેવલજ્ઞાન થયા બાદ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ “અહંનું” થયા એટલે અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યથી પૂજવા યોગ્ય બન્યા. તે રાગદ્વેષને જીતનારા જિન થયા તથા સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન અરિહંત થયા. સર્વલોકના સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના પર્યાયોને જાણનારા અને જોનારા થયા. કાયયોગથી પ્રભુ બહાર વિહાર આદિ કરતા હતા. વચન યોગથી દેશના વગેરે આપતા હતા. અને મનોયોગથી ભગવાન અનુત્તરવાસી દેવોના સંશયના ઉત્તરો આપતા હતા. ભગવંતને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થતાં દેવોએ સમવસરણની રચના કરી. પણ આ દેશનામાં કોઈને ય વિરતિનો પરિણામ જાગ્યો નહિ, તેથી ક્ષણભર દેશના આપી પ્રભુ વિહાર કરી ગયા. આમ, પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે આશ્ચર્ય થયું.
જોકે નિષ્ફળ ગયેલી કહેવાતી દેશના એવો વિચાર રાખીએ તો સફળ થઈ જ છે કે પ્રભુના હ જ્ઞાનમાં સ્વ-પરનું - સર્વનું - હિત સર્વવિરતિધર્મના સ્વીકાર અને સુંદર પાલન વિના શક્ય નથી. હું (રપ)
જે આત્માએ સ્વનું હિત કરવું હોય; જેને પર - જીવો પ્રત્યે હૈયામાં કરુણા છલકાતી હોય તેઓ છે