________________
તો પરાણે વાછરડાંઓને ખીલે બાંધી આવી. પછી શેઠે વિચાર્યું કે આ વાછરડાને પાછો આપીશ તો (૨૦૯) છે.
ભાર ઉપાડવા વગેરેથી તેઓ દુઃખી થશે. આથી તે પોતાને ત્યાં ઘાસચારાથી તેમનું પોષણ કરવા લાગ્યા. આથી તે બંને હૃષ્ટપુષ્ટ બન્યા. ધર્માત્મા એવા શેઠ-શેઠાણીના સતત સહવાસથી આ બળદો પણ ધર્માત્મા બની ગયા.
એક વખત કોઈ મિત્ર લગ્નપ્રસંગે જાનમાં જવા માટે તે બળદોને છોડીને ગાડામાં જોડી લઈ ગયો. બીજા બળદગાડા કરતાં પોતાના ગાડાને સૌથી આગળ રાખવાના ભાવથી તેણે તે બાળદોને ખૂબ દોડાવ્યા. આથી બળદોના સાંધા તૂટી ગયા. પરોણાના ઘાથી શરીર પર લોહીલુહાણ થઈ ગયું.
સવાર પડતા પહેલાં તે મિત્ર તે બન્ને બળદોને જિનદાસને ત્યાં મૂકી ગયો. જ્યારે જિનદાસે છે તેમને જોયા ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં. આ પરમ શ્રાવકને ત્યાં ઊછરવાથી બળદો આશ્ચર્યકારક ધર્મજીવન જીવતા હતા. આઠમ અને ચૌદસને દિવસે શેઠ-શેઠાણી બંનેને ઉપવાસ હોય એટલે રસોડું બંધ રહેતું. બંને બળદો પણ તે દિવસે ખાવાનું બંધ રાખતા. આથી જિનદાસને થયું કે આ શ્રાવક થઈ ગયા છે. શેઠ-શેઠાણી જ્યારે ધર્મગ્રંથ વાંચતાં ત્યારે તે બળદો પણ સાંભળવા પાસે આવીને ઊભા રહેતા. આમ, સાધર્મિકપણાને કારણે તે બંને શ્રાવકને અત્યંત પ્રિય થઈ છે પડ્યા. શ્રાવકને ત્યાં ઊછરેલ ઢોર પણ ધર્મી હોય અને શ્રાવકને ત્યાં ઊછરતાં બાળકો ઢોર કરતાં
(૨૦૯) ય ખરાબ જીવન જીવતાં હોય તો તે કેવું દુઃખદ કહેવાય?