________________
(૧૯૯૯)
અકિંચન ભિક્ષુક છે ! હાય ! મારું સામુદ્રિકશાસ્ત્ર સાવ ખોટું નીકળ્યું !' આમ વિચારીને તે સામુદ્રિક ગ્રંથો ગંગા નદીમાં પધરાવવા ચાલ્યો.
તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો હતો. તેણે જોયું તો સામુદ્રિક પોતાના ગ્રંથને ગંગા નદીમાં પધરાવવા જઈ રહ્યો છે. પ્રભુ ત્યાં ઊભા છે. ઇન્દ્ર ત્યાં આવ્યા; તેણે કહ્યું, “અરે હું સામુદ્રિક ! આ તું શું કરે છે?” સામુદ્રિકે સઘળી વાત કરી. ઇન્દ્ર કહ્યું, “હે સામુદ્રિક!તારું શાસ્ત્ર છે ખોટું નથી. આ કોઈ ભિખારી નથી, ચક્રવર્તી પણ નથી પરંતુ ચક્રવર્તીના ય ચક્રવર્તી, ત્રણ લોકના નાથ પરમાત્મા મહાવીરદેવ છે'' પછી તે પુષ્પકને વિપુલ ધન આપીને ઇન્દ્ર પોતાના સ્થાનકે ગયા.
સાડાબાર વર્ષ સુધી ભગવાન ઉપર જે કાંઈ ઉપસર્ગો થયા તે દેવાદિએ કરેલ ઉપસર્ગો અનુકૂળ છે તથા પ્રતિકૂળ પણ હતા. બધા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સમ્યપ્રકારે જરાય ઉદ્વેગ કર્યા વિના, દીનતા દર્શાવ્યા વિના, નિશ્ચલપણે સહન કર્યા. દેવે કરેલ ઉપસર્ગ ઃ શૂલપાણિ યક્ષ પ્રભુએ પ્રથમ ચાતુર્માસ મોરાક નામના ગામમાં કર્યું. ત્યાર પછી શૂલપાણિ યક્ષના ચૈત્યમાં
છે (૧૯૯૯) રહ્યા. તે યક્ષ પર્વભવમાં ધનદેવ નામના વેપારીનો બળદ હતો. એક વાર તે વેપારી નદી ઊતરતો