________________
(૧૫)
પાત્ર-ભોજન કરવાનો તેની પાછળ સંકેત હતો. ભગવાનની લબ્ધિ એવી તો મહાન હતી કે બે હાથના ખોબામાંથી લેશમાત્ર પણ નીચે ન પડે એટલે તેઓ જ કરપાત્રી બની શકે. આપણે તેમનું અનુકરણ કરીએ તો તે ઉચિત ન ગણાય.
તે વખતે પાંચ દિવ્યો પ્રગટ થયા. જ્યારે વૃષ્ટિ થાય ત્યારે ઓછામાં ઓછા સાડા બાર લાખ સોનૈયાની અને વધુમાં વધુ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય. ત્યાંથી વિહાર કરી પ્રભુ મોરાક નામના ગામમાં દુઇજ્જત નામના તાપસના આશ્રમમાં ગયા. તે સિદ્ધાર્થરાજાનો મિત્ર છે હતો. હાલ કુલપતિ હતો. પહેલાં સિદ્ધાર્થરાજાને મળવા વારંવાર આવતો તેથી તેમના પુત્ર વર્ધમાનને ઓળખતો હતો. આ ઓળખાણને લીધે તે પ્રભુને મળવા સામે આવ્યો. ગૃહસ્થજીવનના સંસ્કારની રૂએ પ્રભુએ તેને પ્રેમથી ભેટવા માટે હાથ પહોળા કર્યા, પણ બીજી જ પળે સ્વસ્થ બની ગયા અને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. કુલપતિએ વિરાગી પ્રભુને વિનંતી કરી, “આપ ભલે
હમણાં યથેચ્છ વિહાર કરો. પરંતુ ચોમાસું અહીં કરજો.' પ્રભુ તે રાત્રિ ત્યાં રહીને, ચોમાસા છે માટેની સંમતિ આપીને પ્રભુએ અન્ય સ્થળે વિહાર કર્યો.
આઠ માસ સુધી વિહાર કરીને પાછા પ્રભુ વર્ષાઋતુ ગાળવા માટે મોરાક ગામે આવ્યા. છે છે તાપસે પ્રભુને ઘાસની ઝૂંપડી રહેવા માટે આપી. તે ઝૂંપડીમાં પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા, છે (૧૫) છે તે સમયે ઘાસચારો દુર્લભ હોવાથી ગાયો અન્ય તાપસીનાં ઝૂંપડાનું ઘાસ ખાવા જતાં તાપસોથી છે.