________________
છે છઠ્ઠી છે વાચના
(બપોરે)
બળદની શોધમાં ભૂખ્યો ને તરસ્યો આથડ્યો એટલે તેનો મિજાજ ગયો. બળદ બાંધવાનું જાડું
દોરડું (રાસ) લઈને પ્રભુને મારવા દોડવાની જ્યાં તૈયારી કરે છે તે જ સમયે ઈદ્રને મનમાં થયું કે (૧૯૪)
પ્રભુ અત્યારે ક્યાં હશે? તેણે અવધિજ્ઞાનથી જોયું કે ગોવાળિયો ભગવાનને મારવાની તૈયારી કરી કલ્પસૂત્રની છે વાચનાઓ
રહ્યો છે! તરત જ ઇંદ્ર પૃથ્વી પર ઘસી આવ્યા અને ગોવાળિયાના હાથ પકડી લીધા અને ભગવાનની રક્ષા કરી લીધી. ગોવાળિયાને શિક્ષા કરીને કાઢી મૂક્યો.
પછી ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ! આપને ઘણા ઉપસર્ગો થવાના છે, માટે સેવા માટે છે. હું આપની પાસે રહું.” છે પ્રભુઃ “હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી, થતું નથી, થશે નહિ કે બીજાની સહાયથી કોઈ છે તીર્થકર કેવળજ્ઞાનનું ઉપાર્જન કરે. એ તો ફક્ત પોતાના પરાક્રમથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.'
છેવટે મરણાંત ઉપસર્ગોને ટાળવા માટે પ્રભુના સંસારી માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની હું વૈયાવચ્ચ માટે મૂકીને ઇન્દ્ર દેવલોકમાં ગયા. આશ્ચર્યની વાત એ છે કે અણીના સમયે વ્યન્તર છે ક્યાંક આઘોપાછો થઈ જતો. પ્રભુ પીટાઈ જતા. હાય ! કર્મોનું કારસ્તાન !
ત્યાર બાદ કોલ્લાગ નામના ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં પ્રભુએ છઠ્ઠનું પારણું કર્યું. ભગવાને પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું, તે એટલા માટે કે ભવિષ્યને પોતાના સાધુઓ પાત્રમાં આહાર વાપરે. પ્રભુ તો કરપાત્રી હતા. તે રીતે સાધુઓએ કરપાત્રી નહીં બનવાનો અને