SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ વિરલ પ્રસન્નતાનો પ્રકાશ મુખ ઉપર છવાયેલો નજરે પડે છે. ભગવાનની એક જ ઝંખના (૧૯૧) છે. કે, “સર્વ જીવોને સર્વ પાપોમાંથી છોડાવું, દુઃખોથી મુક્ત કરું, તે માટે ધર્મશાસનની સ્થાપના કરું. જીવ માત્ર માટે પ્રભુએ જે વાત્સલ્ય (કરુણા) દાખવ્યું, તેના જ ફળરૂપે તે ભગવાન બની ગયા. ઉપસર્ગોની અગનવર્ષા સહન કરતા, વાત્સલ્યમૂર્તિ પ્રભુની સાડાબાર વર્ષના કાળની સાધનામાંથી મુખ્યત્વે ત્રણ પ્રેરણાઓ ફલિત થાય છે. | પહેલી પ્રેરણા : “સંકટોનો સામનો કરશો, પણ તેમનો સ્વીકાર કરજો.' ભગવાનનું સામર્થ્ય પ્રચંડ હતું. નાનકડા બાળ વર્ધમાન પોતાના અંગૂઠાથી મહાન, મેરુપર્વતને ચલાયમાન કરી શક્યા, તે શું આવા સંગમ કે ગોશાળાને ખતમ ન કરી શકત? પણ નહિ. પ્રભુનું સૂત્ર હતું, “સામનો જ કરશો નહીં. લેતી દેતી ચૂકતે કરો, કર્મોની સાથે ખૂંખાર યુદ્ધ ખેલી નાંખો. માનવભવ સિવાય આ તક મળતી નથી. બીજી પ્રેરણાઃ જગતને સ્થૂલ બળોથી નહિ પમાડી શકાય પણ સૂક્ષ્મ બળથી જ પમાડી શકાશે. આંતરિક વિશુદ્ધિ દ્વારા સૂક્ષ્મ બળનું ઉત્પાદન કરો. લાકડાની તલવાર લઈને બાહ્ય કે કોઈ જંગ નહીં ખેલી શકાય. તમે તેરો; પછી જ બીજાને તારવાની પ્રવૃત્તિમાં પડો. (૧૯૧)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy