________________
(૧૯૨) કલ્પસૂત્રની
વાચનાઓ
ત્રીજી પ્રેરણા : આત્માના સૂક્ષ્મ બળોના ઉત્પાદન માટે ભીતરમાં પલાંઠી લગાવીને બેસો. જગતથી વધુ નિષ્ક્રિય બનો. એ નિષ્ક્રિયતામાંથી પ્રેરણા મેળવીને જગત ધર્મમાર્ગે સક્રિય બની જશે.
નગર તરફ પીઠ કરીને વન તરફ ડગ માંડતા પ્રભુને નંદિવર્ધન વિલાપ કરતાં બોલે છે કે, હવે ‘હે બંધુ ! હે વીર ! એમ સંબોધીને હું કોને બોલાવીશ ? કોની સાથે વાતચીત કરીને ગોષ્ઠીસુખ ભોગવીશ ? બધાં કાર્યોમાં હે વીર ! હે વીર ! કહીને હું કેવો આનંદવિભોર બની જતો હતો ? રે ભઈલા ! તારા મુખ દર્શનથી તથા તારા પ્રેમથી અમે જે હર્ષ પામતા હતા તે હર્ષ હવે ક્યાં મેળવવો ? રે ! અમારે હવે આધાર પણ કોનો રહ્યો ? વગેરે. આમ કહેતાં લથડતે પગે નંદિવર્ધન ત્યાં જ ઊભા રહ્યા અને ભગવાન વન તરફ આગળ વધ્યા.
સાધનાનો કાળ
હવે એ તારક આત્મા ઉપર આફતોનો શરૂ ઝંઝાવાત ! ઉપસર્ગો આવ્યા !
કર્મની કેવી બલિહારી છે ? પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે દેવોએ જે ગોશીર્ષચંદન ભગવાનના શરીર ઉપર લગાડ્યું હતું, તેના થર જામી ગયા હતા; તેમજ જે પુષ્પોની માળાઓથી ભગવાનને પૂજ્યા હતા, તેની સુગંધ લાંબા સમય સુધી રહી હતી. તે સુગંધથી આકર્ષાઈને જંગલી ભમરાઓ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૧૯૨)