SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે, કરુણામય એ આત્માની સાધનામાં વિશ્વમાત્રના સર્વજીવોનો મોક્ષ પણ લક્ષમાં હતો જ. આથી છે આપણે ઉપસર્ગોના કાળમાં સંતાનો ખાતર પણ સહન કરતી માતા તરીકે તેમને જોઈશું; (૧૯૦) કલ્પસૂત્રની છે નીરોગી રહેવાને સર્જાયેલા વિશ્વના આત્માઓને જ્યારે દુઃખ અને પાપના રોગથી ઘેરાઈ છે છે છઠ્ઠી વાચનાઓ આ ગયેલા એ જુએ છે; ત્યારે તે બધાયને બચાવી લેવા માટે એમણે એકલાએ જ ઘોર અને ઉગ્ર આ આ છે વાચના પુરુષાર્થ આદર્યો. લગાતાર એક લાખ વર્ષ સુધી માસખમણની જે ઘંટી ચલાવી તેમાં કેટલાંય આ બપોરે) કર્મોનો ભુક્કો બોલાવી દીધો, તેમને બાળી નાખ્યા. મગ સિઝાવતી વખતે કેટલાક કોરડું મગ સીઝતાં રહી જ જાય, તેમ કેટલાંક નિકાચિત વગેરે કર્મ આખાં ને આખા રહી ગયાં. તે પીલાયાં જ નહીં. તેવાં કર્મોને પીલવા માટે સાડા બાર વર્ષનો ઘોર તપ કર્યો જે સાંભળતાં આપણી આંખોમાંથી આંસુની ધાર વહી જાય તેવા ઉપસર્ગો આ મહાન આત્માએ સહન કર્યા છે. વિશ્વના જીવમાત્ર પ્રત્યે હૈયે ઊભરાયેલી કરુણા એમને જગદંબા બનાવે છે. જે માતાએ આપણને લક્ષમાં લઈને છે આટલું બધું સહન કર્યું હોય, તેમનાં દુઃખો સાંભળતાં હૈયામાં અપાર વેદના થાય, એ તદ્દન સહજ છે. તે ભગવાન જ્યાં ને ત્યાં આગ સાથે રમત રમ્યા છે. છે ચંડકૌશિકે પ્રભુ ઉપર આગ છોડી, ગોશાળાએ તેજલેશ્યાની આગ છોડી, સંગમે કાળચક્રની આગ ભભુકાવી, ગોવાળિયાએ પ્રભુના બે પગનો ચૂલો બનાવીને આગ લગાડી. બસ આગ, આગ ને આગ ! છતાં ય ભગવાનની રુવાંટી પણ ફરકી નથી. લેશમાત્ર ધ્રુજારી આવી નથી. બસ. દીકરી માટે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy