________________
(૧૮૭) છે
ઉત્તરા ફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે બન્ને પ્રભુના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય સ્થાપ્યું.
પ્રભુ એકલા-અદ્વિતીય-અણગાર થયા. એકલા એટલા માટે કે રાગદ્વેષની સહાય વિના અને અદ્વિતીય એટલા માટે કે ઋષભદેવ પ્રભુએ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય છસો સાથે, અને બાકીના તીર્થકરોએ એક હજાર આત્માઓ સાથે દીક્ષા છે લીધી હતી પરંતુ પ્રભુ વીર એકલાએ એકાકી દીક્ષા લીધી.
““નમો સિદ્ધાણં' પદ બોલીને મેઘગંભીરઘોષે પ્રભુ “કરેમિ સામાઈય' ઇત્યાદિ પ્રતિજ્ઞા- છે છે. સૂત્ર બોલ્યા.
આ વખતે પ્રભુને ચોથું મન પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાર પછી ઇન્દ્ર વગેરે દેવો પ્રભુને વંદીને નંદીશ્વર દ્વીપમાં અષ્ટાલિકા મહોત્સવ કરી પોતપોતાને સ્થાને જવા માટે ત્યાંથી નીકળી ગયા.
Sાલા,
છે (૧૮૭)