________________
પાલખી નીચે મુકાઈ. કુમાર ગંભીર વદને નીચે ઊતર્યા. ચોતરફ માનવ ને દેવનો મહેરામણ (૧૮૫) છે
ઊછળી રહ્યો છે. વાજિંત્રોના સુમધુર સ્વર રેલાઈ રહ્યા છે.
દેવેન્દ્રના એક અવાજે બધો કોલાહલ શાન્ત થઈ ગયો. ત્યાર પછી ભગવાન પોતાની મેળે જ ઘરેણાં, માળા વગેરે આભૂષણો ઉતારવા લાગ્યા. આંગળીઓ પરથી વીંટી, હાથ પરથી વીરવલય, ભૂજા પરથી બાજુબંધ, ગળામાંથી હાર, કાનમાંથી કુંડળ તથા મસ્તક પરથી મુગટ વગેરે આભુષણો દૂર કર્યા. તે બધા આભૂષણો કુલમહત્તરાએ (માતા ત્રિશલાની ગેરહાજરીમાં પાલક માતાએ) શ્વેત વસ્ત્રપટમાં લઈ લીધાં.
કોઈથી આ દશ્ય જોયું જતું નથી! ન જાણે કેટલીક વૃદ્ધાઓ તો આ ભીષણ ત્યાગનું દર્શન કરતાં જ છે ચક્કરી ખાઈને ધરતી ઉપર પડી હશે. કુમારિકાઓ પોક મૂકીને રડવા લાગી હશે. વજની છાતી ધરાવતો સેનાપતિગણ પણ ડૂસકું ખાઈ રહ્યો હશે. રાજા નંદિવર્ધન પણ અસ્વસ્થ થતા જણાતા હતા.
કુલમહત્તરાએ તે વખતે કુમાર વર્ધમાનને ગંભીર સ્વરે વિદાયનો અંતિમ બોધ આપતાં કહ્યું છે કે, “હે વર્ધમાન ! ઓ, વત્સ ! ઇક્વાકુ નામના ઉત્તમ કોટિના કુળમાં તારો જન્મ થયો છે. કાશ્યપ
નામનું તારું ઉચ્ચ ગોત્ર છે. જ્ઞાતકુળના ગગનમાં ચન્દ્રની જેમ શોભતા મહારાજા સિદ્ધાર્થ જેવા ઉત્તમ કોટિના પવિત્ર કુળમાં તારો જન્મ થયો છે. નારી ગણમાં રત્નસમી ત્રિશલા ક્ષત્રિયાણીનો તું લાડકવાયો લાલ છે.