________________
આ અવાજ સાંભળીને નગરની સ્ત્રીઓ પોતપોતાનાં કાર્યો ત્યજીને દોડી આવી. તેમની વિચિત્ર ચેષ્ટાથી લોકો નવાઈ પામ્યા.
સ્ત્રીને પણ ત્રણ ચીજ પ્રિય છે: (૧) કજિયો (૨) કાજળ (૩) અને સિંદૂર. બીજી ત્રણ ચીજ છે આ તો અત્યંત પ્રિય હોય છે : (૧) દૂધ (૨) જમાઈ અને (૩) વાજિંત્ર. વાજિંત્રોના અવાજ સાંભળીને જે
સ્ત્રીઓ ત્યાં દોડી આવી. કોઈએ ગાલ ઉપર કાજળ લગાવ્યું હતું. કોઈએ આંખમાં કસ્તૂરી નાંખી છે હતી. કોઈએ ગળામાં ઝાંઝર પહેર્યું હતું. કોઈએ ઘૂઘરીવાળો કંદોરો ગળામાં પહેર્યો હતો, કોઈએ અળતાથી શરીર રંગ્યું હતું, કોઈ સ્ત્રી અડધું સ્નાન કરેલી અવસ્થામાં જ દોડી હતી. પ્રભુને જોવામાં ઉત્સુક થયેલ સ્ત્રીઓ, પુરુષો ગમે તેમ વસ્ત્ર, આભૂષણો પહેરીને ઊભા હતા. કોઈ યુવાન સ્ત્રી તો ઉત્સુકપણાથી પોતાના રમતા બાળકને બદલે ત્યાં રમતી બિલાડીના બચ્ચાને જ કેડે છે ઉપાડી લાવી. પ્રભુને જોવામાં સહ તન્મય થઈ ગયા હતા. કેટલીક સ્ત્રીઓ પવિત્ર મોતીથી પ્રભુને છે વધાવવા લાગી. તો કોઈક મધુર સ્વરે ગાવા લાગી, તો કોઈક હર્ષોન્મત્ત બનીને નાચવા લાગી. કેટલીક સ્ત્રીઓ પ્રભુનાં ઓવારણાં લઈ રહી હતી. વરઘોડાનો ક્રમ
(૧) પ્રથમ રત્નમય અષ્ટમંગલ-સ્વસ્તિક, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ છે અને દર્પણ ચાલતાં હતાં. (૨) પછી પૂર્ણ કલશ, ઝારી, ચામર, ત્યાર બાદ મોટો ધ્વજ, છત્ર ને છે
(૧૮૩).