________________
ઝ
છે પચીસ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષ ઊંચી હતી, તથા ઘણા અંભોથી શોભતી, મણિને આ
સુવર્ણથી જડિત હતી. દેવોએ તેવી પાલખી વિકર્વીને આ નંદિવર્ધનની પાલખીમાં તેનું સંક્રમણ (૧૮૨). કલ્પસૂત્રની કર્યું તેથી તે પાલખી અદ્ભુત શોભતી હતી. આ પાલખીનું નામ ચન્દ્રપ્રભા હતું. તેમાં વર્ધમાન
પાંચમી વાચનાઓ બેઠા હતા. માગશર વદ ૧૦નો દિવસ હતો [ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ ૧૦] સુવ્રત
વાચના નામનો દિવસ હતો. પ્રભુને છઠ્ઠનું પચ્ચકખાણ હતું. પ્રભુની જમણી બાજુએ કુલ-મહત્તરિકા
(સવારે) હંસના જેવા સફેદ વસ્ત્રને લઈને બેઠી. ડાબી બાજુએ પ્રભુની ધાવમાતા દીક્ષાનાં ઉપકરણો લઈને બેઠી. પાછળના ભાગમાં એક તરુણ સ્ત્રી ઉત્તમ શૃંગાર પહેરીને તથા હાથમાં શ્વેત છત્ર લઈને
બેઠી. ઈશાન ખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ કળશ લઈને બેઠી. અગ્નિ ખૂણામાં એક સ્ત્રી મણિમય છે પંખો લઈને બેઠી.
પછી રાજા નંદિવર્ધને આદેશ આપ્યો એટલે નક્કી કરેલ વ્યક્તિઓએ તે પાલખી સંભાળપુર છે ઉપાડી. શક્રેન્દ્ર દક્ષિણ તરફથી ઉપરની બાહા ઉપાડી. ઇશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહા ઉપાડી. ચમરેન્દ્ર પૂર્વ તરફની જમણી બાહા ઉપાડી. બલિન્દ્ર ઉત્તર તરફથી ડાબી બાહા ઉપાડી. બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક દેવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડતા હતા. ત્યાર પછી શકેન્દ્ર તથા ઈશાનેન્દ્ર બાહાને છોડીને પ્રભુને ચામર વીંઝવા શું લાગ્યા. ભેરી, મૃદંગ, દુંદુભિ, શંખ વગેરેના વિવિધ અવાજોથી આકાશ ભરાઈ ગયું.