SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શું તૈયાર કર્યા. તેમજ બીજી ઘણી સામગ્રી તૈયાર કરાવી. અય્યતેન્દ્ર વગેરે દેવોએ પણ ૧૦૦૮ કળશો વૈક્રિય શક્તિથી તૈયાર કર્યા અને તેમને દૈવી પ્રભાવથી નંદિવર્ધનના કળશોમાં સમાવ્યા. તે અત્યંત શોભવા લાગ્યા. પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વસમ્મુખ બેસાડીને દેવોએ લાવેલ ક્ષીર સમુદ્રના પાણીથી તથા સર્વ તીર્થની માટીથી તથા સર્વ ઔષધિથી અભિષેક કર્યો. મોટા ભાઈ નાના ભાઈને પીઠી ચોળે છે, સ્નાન કરાવે છે, વિલેપન કરે છે અને આંખમાંથી બોર બોર જેટલાં આંસુ સારે છે. મનમાં મોહનો વિચાર જાગે છે અને આ મોહ તેમને કલ્પાંત કરાવે છે. પણ તે સ્વસ્થ થઈ જાય છે, કારણ કે જીવમાત્રને દુર્ગતિમાંથી બચાવવા ધર્મશાસન વર્ધમાનકુમારે સ્થાપવાનું છે. જ્યારે શું ધર્મશાસન સ્થપાશે ત્યારે અગણિત જીવો દુર્ગતિમાં જતાં અટકી જશે. આ વિચારે આનંદ થઈ જાય છે. પ્રભુને સ્નાન કરાવ્યા પછી તેમનું શરીર ઉત્તમ વસ્ત્રથી લૂંછી નાખવામાં આવે છે. પછી હું તેમના શરીર ઉપર ચંદન વગેરે સુગંધિત વિલેપન કરવામાં આવે છે. તેમના કંઠમાં કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા આરોપવામાં આવે છે. પછી સ્વચ્છ, ઉજ્જવલ અને મૂલ્યવાન શ્વેતવસ્ત્રો છે છે. પહેરાવવામાં આવે છે. છાતી પર હાર શોભે છે. ભુજાઓ બાજુબંધ અને કડાથી શોભે છે, કાને છે કુંડળ શોભે છે. આવી રીતે પ્રભુને તૈયાર કર્યા. છે (૧૮૧) પછી નંદિવર્ધન રાજાએ જે પાલખી તૈયાર કરાવી હતી તે પાલખી પચાસ ધનુષ લાંબી,
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy