________________
(૧૮૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
વિદાય થયા. બીજા દિવસથી એક વર્ષના મહાદાનનો આરંભ થયો. એક વર્ષમાં ૩૮૮ ક્રોડ સોનૈયાનું દાન કુમારે દીધું.
બસ આટલું જ ! શું લેનારની જગતમાં ક્યારેય ખોટ પડી છે ? તો શું દયાળુ કુમારે દેવામાં કૃપણતા રાખી હતી ?
ના, ના. પણ એ સોનૈયા વગેરે દેવાની કુમારની રીત એવી હતી કે જે જોઈને માગનારા માગતાં શરમાઈ ગયા ! માગવાની ઇચ્છા શમી ગઈ.
એટલે મહાપુરુષના હાથની શેષ લઈને ઘર તરફ વળ્યા. એ શેષનું દાન ૩૮૮ ક્રોડ સોનૈયા થયું ! દીક્ષાનો વરઘોડો
એક વર્ષ સુધી દાન દઈને ફરીથી ભગવાને નંદિવર્ધનને પૂછ્યું કે ‘‘હે રાજન્ ! તમારા કહેવા પ્રમાણે સમયની મર્યાદા પૂરી થઈ છે, માટે હવે હું દીક્ષા લઉં છું.’
તે સાંભળીને નંદિવર્ધને બ્રાહ્મણકુંડ ગ્રામ તથા ક્ષત્રિયકુંડ ગ્રામ એમ આખાય કુંડનપુરને ધ્વજ, તોરણ વગેરેથી બજાર, ચૌટા વગેરેને શણગારાવીને શોભાયમાન બનાવરાવ્યું. આખા કુંડનપુર નગરને દેવલોક સરખું બનાવ્યું. નંદિવર્ધને સોનાના, રૂપાના, મણિના, સોના-રૂપાના, સોનામણિના, રૂપા-મણિના, સોના-રૂપા-મણિના તથા માટીના-દરેકના એક હજા૨-ને આઠ કળશો
પાંચમી
વાચના
(સવારે)
(૧૮૦)