________________
(૧૭૯)
‘“વર્ધમાન ! તારું તો સુખ તું મેળવી લઈશ. પણ મારું સઘળું સુખ તારી સાથે આ રાજમહેલમાંથી વિદાય લેશે.
‘‘મારે એક વર્ધમાન હતા તે પણ હવે જશે... મારું કાંઈ જ નહિ રહે. ૨હેશે માત્ર વિરાટ શૂન્ય.
‘ખેર, મારા દુ:ખને, મારે શું રડવું ? જા, ભાઈ ! ખુશીથી જા. તું વિરાગી અને હું રાગી. મારો ને તારો મેળ મળી શકે તેવુંય ક્યાં છે ? પણ છતાં નાનાભાઈ ! કોઈ કોઈ વાર તારા બંધુનેનંદિને-ના, ના, ઓ વીતરાગ ભગવાન મહાવીર ! તમારા આ સેવક નંદિને યાદ કરજો. યાદ કરશો ને ? નંદિ એટલે બળદિયો ! સદા મહાદેવ (મહાવીર)નું મુખદર્શન કરીને જીવનનું સાફલ્ય અનુભવતો !’’
એટલું બોલીને રાજા નંદિ ધ્રુસકે રડવા લાગ્યા. છાતીએ ચાંપેલા કુમારના મસ્તકે રાજા નંદિના અશ્રુનો પ્રક્ષાલ થવા લાગ્યો.
સહુ રડે છે. હસે છે; અંતર માત્ર કુમારનું.
હવે દીક્ષાનું એક વર્ષ બાકી રહેતું હતું એટલે પોતાનો આચાર જાણીને લોકાંતિક દેવોએ એ તારક આત્મા પાસે આવીને વિનંતી કરી. ‘હે કુંમાર ! હે ભગવંત ! વિશ્વ માત્રના સર્વ જીવોનું એકાન્તે હિત સાધવા ધર્મતીર્થને હવે આપ પ્રવર્તાવો.’' આમ, વિનંતી કરીને દેવો સ્વસ્થાને
(૧૭૯)