SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આશિષ વિના સાધનામાં શી સફળતા મેળવશે ? રાજા નંદિએ ફરી એક વાર આંખો ખોલી. કુમારે એક તક ઝડપી લીધી. તે બોલ્યા, ““મોટા (૧૦૮) ભાઈ ! માતાપિતાજીના સ્વર્ગલોકગમન વખતના આપના શબ્દો યાદ કરો ! “ફક્ત બે વર્ષ !' કલ્પસૂત્રની હવે, રાજા નંદિ જો વચનથી પાછા પડશે તો પ્રજાનું શું થશે?'' વાચનાઓ . હું પાંચમી છે વાચના રાજા નંદિ ખૂબ જ ન્યાયી અને વચનપ્રતિબદ્ધ રાજા ગણાતા. મોહરાજાના તમાચે આજે એને (સવારે) અસ્વસ્થ કર્યો હતો એટલું જ, પણ રાજા નંદિની ન્યાયપ્રિયતાની કુમારે આપેલી યાદીએ મોહરાજને વળતી સફલ તમાચ લગાવી દીધી. છે કુમારના વાગ્માણે એના અંતરને વીંધી નાખ્યું ! રાજા નંદિએ સ્મિત કર્યું, “લઘુબંધુ વર્ધમાન ! હું છે આવ, મારી નજદીકમાં આવ. મને ક્ષમા આપ.' કુમાર પાસે સરકતા બોલ્યા, “મોટા ભાઈ ! આપને ક્ષમા આપવાની હોય? અપરાધી તો હું બન્યો કે હું આપને ક્ષમા આપવામાં નિમિત્ત બન્યો !'' આમ બોલતાં કુમાર મોટાભાઈની શયામાં પગ પાસે બેઠા. રાજા નંદિ ઊઠ્યા. કુમારને છાતીસરસા ચાંપ્યા. ભાઈ ! નાનકડા બંધુ ! જા, જા. મારી તને અનુજ્ઞા છે, આશિષ છે, તું તારું કલ્યાણ કર અને સંસારસાગરમાં એક એવું નાવડું તરતું મૂક કે જેને પકડીને મારા જેવા પામરો પોતાનો ઉદ્ધાર (૧૭૮) કરે.''
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy