SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રતિજ્ઞા-હેતુ (૧૩૩) છે. ભગવાને જ્ઞાનથી જોયું કે મારું ચારિત્રમોહનીયકર્મ તૂટે તેવું છે. જો હું પ્રયત્ન કરું તો તે તૂટી છે. જાય. પણ સાથે સાથે માતાપિતાનું આયુષ્ય પણ તૂટી જાય તેમ છે. હું દીક્ષા લઉં કે માતા-પિતાને આઘાત લાગે અને તે આઘાતથી તેઓ મરી જાય અને આમ થતાં દીક્ષા લેતાં લોકદષ્ટિએ અમંગળ છે. બની જાય. આવી પરિસ્થિતિને કારણે ભગવંતે પ્રતિજ્ઞા કરીને-દીક્ષા લેવા અંગેના પ્રયત્નથી પોતાને છે વેગળા રાખવાની ફરજ પડી. છે જે ક્ષણે ભગવાને હલન-ચલન કર્યું તે જ ક્ષણે ત્રિશલાદેવી હર્ષ પામ્યા. તે કહેવા લાગ્યા, હું અરે ! મારો ગર્ભ હરાયેલો નથી, મૃત્યુ પામેલો નથી, તે ગળી ગયો નથી. પહેલાં જે મારો ગર્ભ છે હાલતો ન હતો, તે હવે હાલે છે !” આ શબ્દો સાંભળતાં ચોતરફ આનંદનું મોજું ફરી વળ્યું. ખુશાલીને વ્યક્ત કરતાં સંગીતના છે મધુર ધ્વનિ પ્રસરી રહ્યા. ચોતરફ ઉલ્લાસ, ઉમંગ ને ઉત્સાહના સાગરો ઊમટ્યા. આ સમાચાર સાંભળતાં સિદ્ધાર્થ પણ આનંદવિભોર બની ગયા. “પ્રભુ કરવા ગયા સારું ને કેવું થઈ ગયું ખરાબ !”
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy