________________
(૧૩૪) કલ્પસૂત્રની વાચનાઓ
આ અંગે એક ઉદાહરણ છે. ભાગવત સપ્તાહમાં એક કથક વ્યાસપીઠ ઉપર બેઠા હતા. સપ્તાહ પૂર્ણ થતાં તેમના રિવાજ મુજબ ફંડ કરવા લાગ્યા. જે યજમાન હતા તેમણે કહ્યું : લખો મારા ૧૦૧ રૂપિયા.'' ’’ મહારાજે તેને આશીર્વાદ આપતાં કહ્યું, ‘‘તારો ધંધો વધતો વધતો બમણો થાઓ.''
આ સાંભળીને સભામાં સન્નાટો ફેલાઈ ગયો. પછી કોઈ ફૂંકે ચાં ન કરે. એક રૂપિયો કોઈ ન બોલે. મહારાજ ઉપદેશ આપવા લાગ્યા પણ હવે એક પૈસો ય લખાવે તે બીજો ! આનું કારણ મહારાજે પૂછ્યું, ત્યારે એક સભાજન બોલ્યો, ‘‘મહારાજ, તમે તો હદ કરી નાખી. પેલા યજમાનને તમે કેવા આશિષ આપી દીધા ?’’
મહારાજ – મેં શું ખોટા આશીર્વાદ આપ્યા છે ? મેં કહ્યું, ‘‘તારો ધંધો બમણો થાય.’
,,
સભાજન – પણ સાહેબ ! આપને ખબર છે કે તેનો ધંધો મસાણમાં લાકડાં પૂરાં પાડવાનો છે, તે બમણો થાય એટલે તેટલા વધુ માણસો આ ગામમાં મરે એમ જ ને ?
મહારાજ - હાય ! મને તો તેની ખબર જ ન હતી. મહારાજે આપ્યા આશીર્વાદ, પણ તે આશીર્વાદ બની ગયો અભિશાપ. આવું જ પ્રભુને માતાની ભક્તિ સંબંધમાં થયું.
ચોથી
વાચના
(સવારે)
(૧૩૪)