SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનના ભંડારો છલકાવી દીધા. આટલું બધું અઢળક ધન, વિપુલ (૧૨૫) છે ? સંપત્તિ, તિગુ-જંભક દેવો ક્યાંકથી ચોરીને ઉપાડી લાવતા નથી; પરંતુ જે ધનભંડારોના વર્તમાનમાં કોઈ અધિકારી ન હોય, જે એમ ને એમ દટાયેલા પડ્યા હોય, જે ધનભંડારોના સ્વામીના ગોત્રમાં કોઈન હોય, જેનાં ઘરબારનાં નામનિશાન, અવશેષ રહ્યાં ન હોય તેવા ભંડારોના માલિક સૌધર્મેન્દ્ર છે જ ગણાય. તે ઈન્દ્રની આજ્ઞાથી ઇન્દ્રની માલિકીના ધનભંડારો લાવીને સિદ્ધાર્થ રાજાના ભંડારમાં દેવો જ ભરે છે. આટલી બધી સંપત્તિ દેવો જો વૈક્રિય પુદ્ગલમાંથી વિમુર્વે, તો તે પંદર દિવસથી વધુ વખત જ ન ટકે. ૧૫ દિવસ પછી વિસર્જન થઈ જાય. માટે અહીં તો ઔદારિક પુગલનું ધન જોઈએ. કોઈ જ જ ગામ - નગર - જિલ્લા - પર્વત - કિલ્લા - તીર્થસ્થળ - તાપ નિવાસ - આશ્રમ - ખેતર- રાજમાર્ગ - દેવાલય - નિર્જનસ્થાન – પર્વતની ગુફાઓ - વનખંડ – સભાસ્થળ - સ્મશાન - શૂન્યગૃહ અને શાંતિગૃહ વગેરે જગ્યાએથી ખોદીને ત્યાંથી સમૃદ્ધિ લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં જૈભક દેવો ? છે સ્થાપિત કરે છે. આ બાબત તદ્દન સાચી છે તેનો એક પુરાવો નીચેના પ્રસંગથી મળે છે. અમદાવાદ દૈનિકપત્ર “ગુજરાત સમાચાર' (૪-૯-”૬૬)માં પ્રગટ થયેલ આ પ્રસંગ છે. એક પ્રેતાત્મા સાથે ભાદરણવાળા સ્વામી કૃષ્ણાનંદજીના વાર્તાલાપ'નો જરૂરી હપ્તો અહીં લઈએ.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy