________________
(૧૨૪) કલ્પસૂત્રની વાચનાઓ
વસ્ત્રો, આભૂષણો તથા અઢળક ધનસંપત્તિ આપીને તેમનું વિનયપૂર્વક સન્માન કર્યું. દાતા પ્રસન્ન થઈને જે દાન પોતાની ઇચ્છાથી આપે તે પ્રીતિદાન કહેવાય છે. પ્રીતિદાન આપીને સિદ્ધાર્થે સ્વપ્નપાઠકોને બહુમાનપૂર્વક વિદાયગીરી આપી.
ત્રિશલાદેવીને સ્વપ્નફ્ળની જાણ
ત્યાર પછી સિદ્ધાર્થ મહારાજા પડદાની અંદર બેઠેલા ત્રિશલા પાસે જઈને સ્વપ્નપાઠકોએ કહેલ તમામ હકીકત વિગતથી કહે છે. સારી, રુચિકર વાતનું પુનરાવર્તન કરવામાં રસ વધે છે માટે તેમાં કંટાળો આવતો નથી. સિદ્ધાર્થ મહારાજાએ જે વિસ્તૃત વર્ણન ફરીથી કર્યું તેનો ત્રિશલાદેવીએ શાંતિથી, અને પ્રસન્નતાથી સ્વીકાર કર્યો, પછી ત્રિશલાદેવી બોલ્યાં, ‘આપે જે કહેલ છે, તેવું જ બનો, મને તેવો જ પુત્ર પ્રાપ્ત થાઓ.'' ત્યાર પછી સિદ્ધાર્થરાજાની આજ્ઞા લઈને, ભદ્રાસન ઉપરથી ઊભા થઈને, ચપળતારહિત, વેગરહિત, શીઘ્રતા (ઉતાવળ) રહિત, રાજહંસી જેવી ગતિથી ચાલીને ત્રિશલાદેવી પોતાના નિવાસે ગયાં.
ઐશ્વર્યની વૃદ્ધિ
જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ જ્ઞાતકુળમાં આવ્યા તે દિવસથી તિર્યક્ જ઼ભક દેવોએ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે જે અત્યંત પ્રાચીન, જમીનમાં દટાયેલા ખજાના-મહાનિધાનો હતાં તે
******
ચોથી
વાચના
(સવારે)
(૧૨૪)