________________
(૯૫)
ગર્ભ કેટલો કોમળ અને મારા હાથ કેવા જાડા ! મારી આંગળીઓ કેવી કર્કશ !!! આમ વિચારીને વિવિધ રત્નોના અત્યંત માખણ જેવા કોમલ, પુદ્ગલો એકઠા કરીને તેનું ઉત્તરવૈક્રિય શરીર બનાવ્યું. તેમાં પોતાના આત્મપ્રદેશો મૂક્યા અને તે શરીરથી હિરણૈગમેષી દેવ આકાશ પાર કરીને દેવાનંદાના શયનખંડમાં આવ્યો. ત્યાં અવસ્વાપિની નિદ્રાનો પ્રયોગ કર્યો. દેવાનંદા ભરનિદ્રામાં પડી. ત્યાં તારકના આત્માનાં દર્શન માત્ર થતાં હરિણૈગમેષીએ ભાવપૂર્વક ગર્ભને પ્રણામ કર્યા. ચારે બાજુના અશુદ્ધ પુદ્ગલો દૂર કર્યા; શુદ્ધ પુદ્ગલો ત્યાં નાંખ્યા.
પછી બે હાથ જોડીને તે બોલ્યો, હે બાળપ્રભુ ! આપને ઊંચકવાની મને આજ્ઞા આપો, આમ કહીને તે પ્રભુના ગર્ભને ઉપાડે છે, અને જ્યાં ત્રિશલાદેવી હતાં ત્યાં આવે છે. ત્રિશલાની કુક્ષિમાં છોકરીનો ગર્ભ હતો, તેને બહાર કાઢી અને તે સ્થાને તારકના આત્માના ગર્ભને મૂકી દીધો. પછી હરિણૈગમેષી દેવ ઇન્દ્ર પાસે આવ્યો અને કહ્યું, ‘‘મહારાજ! આપની આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું છે.’’
આધુનિક યુગનો દાખલો જોઈએ. એક બાઈની શારીરિક સ્થિતિ બગડી જતાં ઓપરેશન કરવાની જરૂર પડી. પેટમાં ગર્ભ હતો અને શસ્ત્રક્રિયાથી ગર્ભને હાનિ પહોંચે તેમ હતું. તેથી
(૯૫)