________________
(૯૪) કલ્પસૂત્રની વાચનાઓ
‘મારી દેરાણી તો દેવી છે દેવી. આ હાર તેનો છે છતાં એક શબ્દ આજ સુધી ઉચ્ચાર્યો નથી. મેં ઠપકો કેટલો આપ્યો હશે ? પણ તેણે શાંતિથી સહન કર્યો છે તે ખરેખર દેવી છે.’’
આવા પશ્ચાત્તાપથી જેઠાણીનાં ઘણાંખરાં કર્મ ખલાસ થઈ ગયા. થોડાંઘણાં કર્મો બાકી રહ્યાં. આમ, જે હારની ચોરી કરી તેથી દેવાનંદાના ગર્ભની ચોરી થઈ. જેઠાણીએ દેરાણીનો હાર ચોર્યો તો હવે તે શેષ કર્મના ઉદયથી દેવાનંદાનું પુત્રરૂપી રત્ન ત્રિશલાના ગર્ભમાં ચાલી ગયું.
હવે ઇંદ્ર આ ગર્ભનું સંક્રમણ કરવાનું કાર્ય હરિêગમેષી નામના દેવને સોંપે છે. હરિણૈગમેષી દેવ પાયદળનો સેનાપતિ હતો. આ હરિણૈગમેષી દેવ તે જ, ભવિષ્યમાં થનારા દેવર્ધ્વિ ગણિ ક્ષમાશ્રમણ છે, જેમણે વીરનિર્વાણથી લગભગ એક હજાર વર્ષે શાસ્ત્રો લખાવ્યાં. ઇંદ્ર હરિણૈગમેષીને બોલાવ્યો, અને તેને બધી વાત સમજાવી કે ભગવાનનો આત્મા નીચ ગોત્રમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે, તે એક આશ્ચર્ય છે. તારક-આત્માનો જન્મ તો ઉત્તમ કુળમાં જ થવો જોઈએ; માટે તમારે ગર્ભાપહા૨નું કાર્ય કરવાનું છે. ઈંદ્રે તેને આ ગર્ભ-સંક્રમણ કરવાની આજ્ઞા આપી. હિરણૈગમેષીએ કહ્યું, ‘‘જેવી આપની આજ્ઞા, મહારાજ !''
હરિણૈગમેષીને થયું કે, આવા ત્રિલોકનાથ, પરમાત્માના ગર્ભને આ હાથે કેમ ઊંચકાય ! તે
X*X*X*XX
બીજી
વાચના
(બપોરે)
(૯૪)