________________
(૩)
આ અંગે એ ક યા બીજી રીતે લોકવાયકા ચાલવા લાગી. શ્રાવકો એ આ વાત હ ભદ્રબાહસ્વામીજીને કરી કે રાજા ક્રોધે ભરાયેલ છે. આથી શ્રાવકોને શાસનની હીલના થવાનો
ભય લાગ્યો. શાસનરક્ષણાર્થે કે સંભવિત શાસનહીલના નિવારવા માટે ગીતાર્થ આચાર્યને જે છે કાંઈ કરવું યોગ્ય લાગે તે બધું કરી શકે છે. પણ જો વિશિષ્ટ સત્ત્વ ઉપર જ ઊભા રહેવામાં વાંધો છે જ ન જણાતો હોય તો આપધ” રૂપે ઝટ કાંઈ પણ તે ન જ કરે, તે સહજ છે. શાસનરક્ષક R ગીતાર્થોએ બધા બૂહ જાણવા જોઈએ અને યોગ્ય સમયે આવશ્યક બૃહનો ઉપયોગ કરવો જ જોઈએ. દરેક પ્રશ્નને ઉકેલવાની એમની પાસે શાસ્ત્રસૂઝ હોવી જોઈએ. ( ભદ્રબાહુસ્વામીજીએ સંઘના આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે, “તમે રાજા પાસે જાઓ છે અને કહો કે, બાળકનું આયુષ્ય ફક્ત સાત દિવસનું છે, ત્યાં વધામણી શી દેવી ?'' આગેવાનો જ રાજા પાસે ગયા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો આપ્યો.
આ સાંભળીને રાજા દ્વિધામાં પડી ગયો. તેણે એકદમ વરાહમિહિરને બોલાવીને કહ્યું, “ફરીથી આ કુંડળી જુઓ. તમે એક સો વર્ષનું આયુષ્ય બતાવો છો, અને ભદ્રબાહુજી સાત દિવસનું આયુષ્ય કહે જ છે. આમાં સાચું શું છે?” વરાહમિહિરે ફરીથી કુંડળી દોરી અને જોઈને કહ્યું. “હું ખાતરીપૂર્વક કહું છું કે પુત્રનું આયુષ્ય સો વર્ષનું છે. ભદ્રબાહુએ મારું વેર વાળવા માટે આ કિન્નાખોરી કરી છે.”