________________
उपासक दशांग सानुवाद
45
5
» અ નજીકના
પર્વાધિરાજશ્રી પયુંષણા મહાપર્વની આરાધનાના મંગળ અવસરે પૂજ્ય મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજે આ પવિત્ર જિનાગમ પુનામું દ્રણ કરાવવાની ભાવનાથી પેજના જાહેર કરી ઉપદેશ આપ્યો. શ્રી સંઘે તથા ટ્રસ્ટી મંડળે આ યોજનાને વધાવી લીધી. અને સંવત્સરી મહાપર્વ દિવસે શ્રી પ્રાર્થના સમાજ સંઘના ઘણાં ભાગ્યશાલીઓએ શ્રુતભક્તિ તથા જિનાગમ રક્ષાર્થે નકલો વેંધાવી, અને શેષ નકલો શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ-પ્રાર્થના સમાજ (મુંબઈ) તરફથી છપાવવાનો નિર્ણય થયો. ફળસ્વરૂપે ૧૦૦૦ પ્રતિ આ આગમની- છપાવવાની શરૂઆત થઈ.
અમદાવાદ ક્ષેત્રે પ્રેસમાં છાપકામ શરૂ થયું. શ્રાદ્ધવર્ય શ્રીયુત્ લાલચંદભાઈ કે. શાહે પરિશ્રમ લઈને છાપકામની વ્યવસ્થા સંભાળી અને આ આગમના પ્રકાશનમાં કિંમતી ફાળો આપ્યો છે તે બદલ સંસ્થા તેનો આભાર વ્યક્ત કરે છે. તેમના સ્વર્ગવાસ પછી સાગર પ્રિન્ટર્સવાળા નવનીતકુમાર જે. મહેતાએ આ જવાબદારી પૂરી કરવામાં જે સાથ આપ્યો છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ.
ગ્રંથનું ત્રીજીવાર પ્રફ સંશોધન તથા સંપાદન કાર્યમાં પૂજ્યશ્રી અરુણુવિજયજી મહારાજે આપેલા કિંમતી ફાળા બદલ તેમને ઉપકાર માનવામાં આવે છે. શ્રી પ્રાર્થના સમાજ જૈનસંઘ તથા શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે પુનર્મુદ્રણ કાર્યમાં જે સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે તે બદલ તેમને સર્વેને અભિનંદન. શ્રીમહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર મુંબઈ સંસ્થાની “શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન” પ્રવૃત્તિ પ્રતિવર્ષ ઉત્તમ સાહિત્ય પ્રસિદ્ધ કરી શ્રી જિનાગમ સેવા તથા રક્ષા કરે છે. આ આગમ પ્રકાશિત કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. - હવે પછી પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર પ્રસિદ્ધ કરવાની યોજના ઉપાડી છે, આ પુનર્મુદ્રણમાં કઈ ક્ષતિ કે વ્યટિ રહી
હોય તે બદલ ક્ષમાયાચના સાથે મિચ્છામિ દુક્કડ'... આ કાર્તિક પૂર્ણિમાં–વિ. સં. ૨૦૩૯.
–શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર-દ્રસ્ટીમંડળ-મુંબઈ
-54% %
% %se