SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ उपासक दशांग सानुवाद ઉપદ્યાત જેન પ્રવચન ચાર અનુયોગમાં વહેચાયેલ છે-૧ દ્રવ્યાનુયોગ, ૨ ચરણકરણાનુયોગ, ૩ ગણિતાનુયોગ અને ૪ ધર્મકથાનુગ. દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય-તત્ત્વને લગતો વિચાર કરવામાં આવ્યો છે. ચરકરણનુગમાં ચારિત્ર અને ક્રિયાકાંડને લગતા નિયમોનો વિચાર છે. ગણિતાનુયોગમાં જંબૂદ્ધિપાદિ ક્ષેત્ર અને સૂર્યચંદ્રાદિ તિષ્કને લગતા ગણિતનો વિચાર કરેલ છે અને ધર્મકથાનુયોગમાં ચરિત અથવા કપિત કથાઓ આવે છે. પ્રસ્તુત ઉવાસદસાઓ-ઉપાસકદશાંગને પ્રતિપાદ્ય વિષય મુખ્યત્વે શ્રાવકના દ્વાદશ વ્રત, તેના અતિચારો, પ્રતિમાઓ, સંલેખના વગેરે હોવાથી તેને ચરણુકરણાનુયોગમાં સમાવેશ થઈ શકે છે. તે બાર અંગ માંહેનું સાતમું અંગ છે. ઉપાસક-શ્રાવકો સંબન્ધી દસ અધ્યયને તે ‘ઉવાસદસાઓ” અથવા ઉપાસકદશાંગ કહેવાય છે. પ્રાકૃતમાં “દસ” શબ્દનું બહુવચન “દસાઓ” થયેલું છે. તે દસ અધ્યયનમાં ભગવાન મહાવીરના આનંદાદિ દસ શ્રાવકેના જીવનની ટૂંકી હકીક્ત આપવામાં આવી છે. ચોથા સમવાયાંગમાં ઉપાસકદશાંગને આ પ્રમાણે સવિસ્તર પરિચય આપવામાં આવ્યો છે “ઉપાસકદશાંગમાં ઉપાસકોના નગરો, ઉદ્યાનો, ચેત્યો, વનખંડ, રાજાઓ, માતપિતા, સમવસરણ, ધર્માચાર્ય (ધર્મના ઉપદેશક), ધર્મકથા, આ લોકની અને પરલોકની ઋદ્ધિવિશેષ, ઉપાસકોના શીલવત, વિરમણવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પષધોપવાસનો સ્વીકાર, શ્રત પરિગ્રહ (શાસ્ત્રજ્ઞાન) તપેપધાન, પ્રતિમાઓ, ઉપસર્ગો, સંલેખના, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સુકુલમાં ઉ.પત્તિ, બધિલાભ, અને અંતક્રિયાનું (મેક્ષનું) કથન છે. ઉપાસકદશાંગમાં ઉપાસકોની ઋદ્ધિ વિશેષ, પરિષદૃ-પરિવાર, વિસ્તારપૂર્વક ધર્મનું શ્રવણ, બધિલાભ, અભિગમ-સમ્યક્ત્વની વિશુદ્ધિ, સ્થિર પણું, મૂલગુણ-ઉત્તર करन
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy