________________
-
उपासक दशांग सानुवाद
--
-
પ્રકાશક સંસ્થાની કલમે... વીતરાગી તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બની ધમતી પ્રવર્તાવી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુ વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે. આજે કલિકાળમાં પણ શ્રી સંઘ પ્રચીશમાં તીર્થકરની ઉપમા પામે છે. શ્રમણવર્ગ અને શ્રાવકવ એ શ્રી સંઘની મુખ્ય બે પાયા છે. શ્રાવક એ શ્રમણુધર્મને ઉપાસક છે. અહર્નિશ શ્રમણુધર્મના ઇરછુક હોવાથી શ્રાવક ઉપાસક કહેવાય છે. સમ્યગદષ્ટિ બારવ્રતધારી એવો શ્રાવક વ્રત-નિયમ અને તપ-ત્યાગથી પવિત્ર એવું પોતાનું જીવન જીવે છે, ધર્મારાધના કરતે અમ-કલ્યાણના પાન ચઢે છે. ચરમ તીર્થપતિ શ્રમણ પરમામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનને સાધુ-સાધ્વી-શ્રાવક- શ્રાવિકારૂપ શ્રીસંધના પરિવારમાં ૧ લાખ ૨૯ હજાર શ્રાવકોની સંખ્યા હતી. તેમાં પણ આનન્દ શ્રાવક, કામદેવ શ્રાવક આદિ દશ સર્વોત્તમ શ્રાવકો હતા. એ દશ ઉપાસકેના બોર વ્રતયુક્ત જીવન ચરિત્રનું સુંદર વર્ણન જે કઈ આગમ ગ્રન્થમાં ઉપલબ્ધ હોય તો તે ૪૫ આગમમાં અગ્યાર અંગ સૂત્રમાં સાતમા અંગ સૂત્ર-“શ્રીમદ્દ ઉપાસકદશા સૂત્ર” માં છે. આનન્દાદિ દશે શ્રાવકના સમ્યફ ચુત બાર વ્રતના પચ્ચખાણુનું સુંદર વર્ણન આ આગમમાં કરવામાં આવ્યું છે. - પ. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ આદિ ઠાણાનું વિ. સં. ૨૦૩૭ નું ચાતુમાસ યોગાનુયેગ પ્રાર્થના સમાજ (મુંબઈ) શ્રી સંઘના ઉપક્રમે થયું. બાર વ્રત તથા શ્રાવકજીવન અને દેશવિરતિ ધર્મનું સુંદર સ્વરૂપ સમજાવવાની ભાવનાથી પૂજ્યશ્રીએ “શ્રી ઉપાસક દશાસૂત્ર” ચાતુર્માસિક સૂત્ર વાંચના વ્યાખ્યાનાવસરે વાંચવાનું શરૂ કર્યું. સુંદર શૈલીમાં શ્રી ઉપાસકદશા સૂત્રાન્તર્ગત આનન્દ-કામદેવાદિ દશ શ્રાવકનું બારવ્રત યુક્ત ત્યાગી–તપસ્વી શ્રેષ્ઠ જીવન ચરિત્ર શ્રવણ કરતા શ્રી સંઘમાં અને આનન્દ આવ્યો, ઘણુ જ દેશવિરતિ ધર્મનું સ્વરૂપ સમજ્યા. અને ઘણું ભાગ્યશાલીઓએ બારવ્રત અંગીકાર કર્યા. જીવનમાં પરિવર્તન આવ્યું. પાપભીરૂ-ભવભીરૂ બન્યા. સાચા શ્રાવકરૂપે વ્રત-નિયમ યુક્ત તપ-ત્યાગવાળું જીવન જીવવા લાગ્યા.
-
-
-