________________
XXXXXXXX
આકાશમાં રહી આજીવિકપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આવતી કાલે અહીં મહામહણ, ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા, અતીત, વર્તમાન અને ભવિષ્યને જાણુનારા, અરિહંત, જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી ત્રણ લેક વડે અવલેકિત, મહિત-સ્તુતિ કરાયેલા અને પૂજિત, દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકને અર્ચનીય, વન્દનીય, સત્કાર કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય, કફયાણ, મંગલ, દેવ અને ચિત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય, સત્ય કમની સંપત્તિયુક્ત એવા (પુરુષ) આવશે, માટે તું વંદન કરજે, યાવત્ પય્ પાસના કરજે, તથા પ્રાતિહારિક (પાછા આપવા ગ્ય) પીઠ-આસન, ફલક-પાટી, શય્યા–વસતિ-સ્થાન, અને સંસ્તારક-સંથારા વડે નિમંત્રણ કરજે. એમ બીજીવાર અને ત્રીજીવાર કહ્યું, કહીને (તે દેવ) જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ગયો
***
*
જન્મ પત? (જીવનપર્યન્ત) સૂફમાદિ ભેદવાળા અવની હિંસાથી નિવૃત્ત થયેલ હોવાથી મહામાન કહેવાય છે. એટલે આ નગરમાં મહામોહન આવશે. ‘ઉપ્પાના દૂધરે' ઉપન-આવરણના ક્ષયથી પ્રગટ થયેલ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, અને એથીજ “રાતીતયુ-૫-નાગતરડાયક:” અતીત–ભૂત, પ્રત્યુત્પન્ન-વર્તમાન અને અનાગત-ભવિષ્ય કાળને જાણનાર, “અરહીતિ અશોક વૃક્ષાદિ મહાપ્રતિહાર્યરુપ પૂજાને યોગ્ય હોવાથી અહન, અથવા સર્વજ્ઞ હોવાથી અવિદ્યમાન છે રહ–એકાન્ત જેને તે “અરહા” જેને એ ડાના-છાનું નથી એવા, રાગાદિને જય કરનાર હોવાથી જિન, કેવળ-પરિપૂર્ણ, શુદ્ધ અથવા અનન્ત જ્ઞાનાદિ જેને છે તે કેવલી અતીતાદિનું જ્ઞાન છતાં સર્વ જ્ઞાન પ્રતિ શંકા થાય માટે સર્વજ્ઞ–સર્વને વિરોપણે જાણનાર. કારણ કે તેમને સાકાર ઉપગ છે. “સર્વદશી'' અનાકાર ઉપયોગના
[અધ્યયન ઝ] ૧૨૭ ૧