________________
ઉપાસકદશાંગ સાનુવાદ છે ૧૦૮
૬ કુંડલિક અધ્યયન. ૧. અહી છઠ્ઠા અધ્યયનને ઉપઉપઘાત કહે. એ પ્રમાણે ખરેખર હે જમ્મુ ! તે કાળે અને તે સમયે કાંપિયપુર નગર હતું. સહસ્રભવન ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતો. કંડકાલિક ગૃહપતિ હતા. તેને પુષ્યા નામે ભાર્યા હતી. તેણે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી અને છ ધન ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. દસહજાર ગાયનું એક વ્રજ એવાં છે જે હતાં. મહાવીર સ્વામી સમેસર્યા. કામદેવની જેમ તે શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે–ઈત્યાદિ તેજ બધી વક્તવ્યતા કહેવી યાવતું તે (શ્રમણ નિર્ચને અશનાદિ વડે) સત્કાર કરતા વિહરે છે.
૨. ત્યાર બાદ તે કુંડલિક શ્રમણોપાસક અન્ય કઈ દિવસે મધ્યાહ્ન સમયે જ્યાં અશોકવનિકા છે અને જ્યાં પૃથ્વીશિલાપટું છે ત્યાં આવે છે. ત્યાં આવીને નામાંક્તિ મુદ્રિકા (વીટી) અને ઉત્તરીય વસ્ત્રને પૃથવીશિલા પટ્ટ ઉપર મૂકે છે. મૂકીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મપ્રજ્ઞાપ્તિને સ્વીકારી વિહરે છે.
૩. તે વાર પછી તે કુંડકાલિક શ્રમણોપાસકની પાસે એક દેવ પ્રગટ થયા, અને તે દેવ તે કુંડલિક શ્રમ
૧-૨-૩ હવે છઠ્ઠા અધ્યયન સંબધે કંઈક લખીએ છીએ–ધમ્મપત્તિત્તિ ! શ્રતધર્મની પ્રરુપણુ, દર્શન, મત, સિદ્ધાન્ત એ તેનો અર્થ છે. “ઉથાન” ઉઠવું, બેઠેલો ઊભા થાય તે ઉત્થાન. કેમ જવું, આવવું વગેરે. ‘બલ” શરીરનું