________________
ઉપાસકદશાંગ સાનુવાદ ૯૮ .
તું યાવત્ વતાદિને ભાંગીશ નહિ તે આજે હું જે આ તારી માતા ભદ્રા સાર્થવાહી દેવ, ગુરૂ અને જનનીરુપ તથા ગર્ભપાલનાદિ રૂપ અત્યન્ત દુષ્કર કરનારી છે, તેને તારા પિતાના ઘરથી લઈ જઈશ. લઈને તારી આગળ તેને ઘાત કરીશ, ઘાત કરીને ત્રણ માંસના ટુકડા કરીશ. કરીને આદાન-આધણુ તેલ વગેરેથી ભરેલા કડાયામાં ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જે રીતે તે આર્તધ્યાનની અત્યન્ત પરવશતાથી પીડિત થયેલે અકાળે જ જીવિતથી મુક્ત થઈ શ. ત્યાર પછી તે ચુલની પિતા શ્રમણે પાસક તે દેવે એ પ્રમાણે કહ્યું એટલે નિર્ભય થઈને વિહરે છે. ત્યાર પછી તે દેવ ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે, જોઈ ને ચુલની પિતા શ્રમણોપાસકને તેણે બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું–હે ચુલની પિતા શ્રમણોપાસક ! ઈત્યાદિ તેમજ કહેવું યાવત્ તું અકાળે જ જીવિતથી મુક્ત થઈશ.
પ. ત્યાર બાદ તે દેવ વડે બીજીવાર અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કહેવાયેલા ચુલની પિતા શ્રમણોપાસકને આ આવા પ્રકારને અધ્યવસાય-સંકઃ૫ થયે-અહો ! આ અનાર્ય અને અનાર્યબુદ્ધિવાળો પુરુષ અનાર્ય પાપ કર્મ કરે છે. જે મારા જયેષ્ઠ પુત્રને મારા પિતાના ઘર થકી લઈ જાય છે. લઈને મારી આગળ વાત કરે છે. ઘાત કરીને-ઈત્યાદિ જે પ્રમાણે (દેવે) કર્યું હતું તેમ ચિતવે છે, યાવત મારા શરીર ઉપર છાંટે છે. જે મારા મધ્યમ પુત્રને મારા પિતાના ઘરથી લઈ જાય છે, યાવત્ માંસ અને રુધીર વડે મારા શરીરને છાંટે છે.જે મારા કનિષ્ઠ પુત્રને મારા પિતાના ઘરથી લઈ જાય છે ઈત્યાદિ તેમ જ કહેવું યાવત્ (મારા શરીર ઉપર) છાંટે છે. જે આ મારી માતા દેવ, ગુરુ અને જનનીરુપ ભદ્રા સાર્થવાહી છે અને અત્યંત દુષ્કરને કરનારી છે, તેને પણ મારા પિતાના ઘરથી લઈને મારી આગળ ઘાત