________________
ઉપાશક
*******
દશાંગ
સાનુવાદ
**
*
પિષધશાલામાં પિષધસહિત અને બ્રહ્મચારી (ચુનીપિતા) શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત થયેલ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિહરે છે.
૨. ત્યાર બાદ તે ચુલની પિતા શ્રમણોપાસકની પાસે મધ્ય રાત્રિના સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે એક મેટી કાળા કમળ જેવી યાવત્ અસિ–તલવાર લઈને ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું – હે ચુલની પિતા શ્રમણોપાસક! ઈત્યાદિ કામદેવને કહ્યા પ્રમાણે કહેવું, યાવત્ વ્રત વગેરેને ભાંગીશ નહિ તે હુ આજે તારા જયેષ્ઠ પુત્રને તારા પિતાના ઘરથી લઈ જઈશ અને લઈને તારા સમક્ષ તેને ઘાત કરીશ. ઘાત કરીને ત્રણ “માંસલે માંસના ટુકડા કરીશ. કરીને “આદાણભરિયસિ” આધણ-પાણી, તેલ વગેરેથી ભરેલા કડાયામાં નાંખી ઉકાળીશ. ઉકાળીને તારા શરીરને માંસ અને લેહી વડે છાંટીશ. જે પ્રકારે તું આર્તધ્યાનની પરવશતાથી પીડિત થયેલ અકાળે જ જીવિતથી મુક્ત થઈ શ.
૨. “તઓ મંસલે’ત્તિ ત્રાણિ માંસશુલ્યાનિ-શૂલે પશ્યન્ત શૂળમાં તેઢાના અણીવાળા સળીયામાં પરોવીને પકવાય–શકાય તે શૂલ્ય એટલે પાણી વિના પકાવેલું માંસ એવો અર્થ થાય છે, પરંતુ માંસ શબ્દના સંનિધનથી ટીકાકારે તેને માંસના ખંડ એ અર્થ કર્યો છે. એટલે ત્રણ માંસના ખંડ કરે છે એ તાત્પર્ય છે. “આદાણભરિયંસિ” આદાણ-આદ્રહણ-આંધણ પાણી તેલ વગેરે, જે કોઈ પણ એક દ્રવ્યને પકાવવા માટે અગ્નિ ઉપર ઉકાળાય છે, તે વડે ભરેલા કડાહસિ લેઢાના કડાયાને વિશે અહેમિ આદ્રહેમિ આદ્રતયામિ-ઉકાળીશ. “આયુષ્યામિ' આસિચ્ચામિછાંટીશ.
**
*****