________________
૩. ચુલનીપિતા અધ્યયન ૧ ત્રીજા અધ્યયનને ઉપદઘાત કહે. એ પ્રમાણે છે જબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામે નગરી હતી. કેઠક દત્ય હતું. જિતશત્રુ રાજા હતા. તે વારાણસી નગરીમાં ચુલની પિતા નામે ગૃહપતિ રહે છે, તે આઢયધનિક યાવતું કેઈથી પરાભવ ન પામે તેવો છે. તેને શયામાં નામે ભાર્યા છે. તેણે આઠ હિરણ્યકટિ નિધાનમાં મૂકેલી, આઠ હિરણ્યકોટિ વૃદ્ધિ-વ્યાજે મૂકેલી અને આઠ હિરય કટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકેલી છે. તેને દસ હજાર ગાયનું એક વ્રજ એવાં આઠ વ્રજે છે. તે આનંદની પેઠે રાજા, ઈશ્વર-શેડ વગેરેને (ઘણા કાર્યોમાં પૂછવાયેગ્ય) થાવતુ સર્વ કાર્યોનો વધારનાર હતું. મહાવીર સ્વામી સમય, પરિષદ વાંદવાને નીકળી. ચુલની પિતા પણ આનન્દની જેમ વાંદવા નીકળ્યો અને તેની પેઠે જ ગૃહથધર્મને સ્વીકાર કરે છે. ગૌતમ સ્વામીની પૃચ્છા તેમ જ જાણવી (એટલે ગૌતમ સ્વામી આનન્દ સંબધે પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! રમાન-શ્રમણોપાસક દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરવાને સમર્થ છે? ઈત્યાદિ પ્રશ્નો તેમજ કહેવા.) બાકી બધું કામદેવની પેઠે જાણવું. યાવતુ
૧. હવે ત્રીજા અધ્યયનની વ્યાખ્યા કરીએ છીએ. તે સુગમ છે. પરંતુ “ઉફએવો ઉલ્લેપ-ઉપોદઘાત ત્રીજા અધ્યયનનો કહેવો જોઈએ. તે આ પ્રમાણે છે–હે ભગવન્ ! યાવત નિર્વાણને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવંત મહાવીરે ઉપાસક દશાના બીજા અધ્યયનને આ અર્થ કહ્યો છે, તે હે ભગવન્! ત્રીજા અધ્યયનને શો અર્થ કહ્યો છે ? આ સ્પષ્ટ છે. તથા કવચિત્ કબ્દક રીત્ય છે અને કવચિત મહાકામવન રીય છે. શ્યામાં નામે ભાર્યા છે.
* ૩ ચુલની = પિતા : અધ્યયન ૨ | ૯ |